સુમિતાબેન ચાવડા અને ભરતભાઈ ડાભીએ તાત્કાલિક કાર્ય શરુ કરાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના બેડી ગામ પાસે આવેલી નદીમાં મચ્છરોનો ઉપદ્રવ ખુબ જ વધારે હોય સ્થાનિક લોકોના આરોગ્ય માટે જોખમ ઊભું ન થાય તે માટે મચ્છરના ઉપદ્રવ અટકાવવા માટે રાજકોટ જિલ્લા પંચાયતના બેડી-3 સીટના સદસ્ય સુમિતાબેન રાજેશભાઈ ચાવડા અને રાજકોટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભરતભાઈ ડાભી અને બેડી ગામના સરપંચ પ્રતાપભાઈ રિબડિયા તથા બેડી ગામના ઉપ સરપંચ મુન્નાભાઈ શિયાળ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધીકારી ડો. અનંદુ સુરેશ ગોવિંદ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર. ફુલમાલીના માર્ગદર્શન અને જિલ્લા મેલેરિયા અધિકારી ગૌરાંગ ઉપાધ્યાયને સાથે રાખી જેમાં મચ્છરના ઉપદ્રવ અટકાવવા માટે આ કામગીરીમાં આરોગ્ય વિભાગની 10 ટીમો સંકળાઈ છે અને નદી તેમજ આસપાસના વિસ્તારોમાં મચ્છર જન્ય રોગો અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
- Advertisement -
આરોગ્ય વિભાગ દ્વારા આ કામગીરી સાથે સાથે આગામી તારીખ: 6/3/25 ના રોજ રાત્રિના સમયે ફાઇલેરિયા રોગની તપાસ માટે ગ્રામજનોના લોહીના નમૂનાઓ લઈ તેની લેબોરેટરી તપાસ પણ કરવા માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 10 ટીમો બનાવવામાં આવી હતી.
દરેક ટીમમાં બે ખઙઇંઠ, બે સુપરવીઝનની ટીમ, મેડીકલ ઓફિસર અને ખઙઇંજએ સેવા આપી હતી. રાત્રિના કામગીરી સુપરવિજનમાં જિલ્લા મેલેરિયા અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. ગામમાંથી કુલ-300 લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા હતા, જેની તપાસ દ્વારા ભવિષ્યમાં પણ કોઈ વ્યક્તિ હાથીપગાનો શિકાર ન બને તેની ખાત્રી કરવામાં આવશે.
હાથ ધરાયેલ કામગીરી
ફાઇર ફાઇટર દ્વારા ડાય્ફ્લુબેંઝ્યુરોન 25% દવા છંટકાવ
નદી અને આસપાસના વિસ્તારોમાં જળાશયોનું નિરીક્ષણ અને સફાઈની તપાસ
મચ્છર લાર્વા નિયંત્રણ માટે જંતુનાશક દવાઓનો છંટકાવ
સ્થાનિક નાગરિકોને મચ્છર ઉપદ્રવથી બચવા માટે જાગૃતિ ફેલાવવી, જેમ કે મચ્છરદાનીનો ઉપયોગ અને પાણીના સંગ્રહ સ્થાનોની યોગ્ય વ્યવસ્થા કરવી