હિન્દી ફિલ્મ જગતના ખૂબ જાણીતા IIFA એવોર્ડસનું 9 માર્ચ સાંજે જયપુર ખાતે આયોજણ થયું હતું જેમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમીએ ઘણા સ્ટાર્સને વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારોથી સન્માનિત કર્યા. 2024 માં રિલીઝ થયેલી ફિલ્મોના વિજેતાઓની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી છે.
IIFA 2025 એવોર્ડસ વિનર્સનું લિસ્ટ
- બેસ્ટ એક્ટર – કાર્તિક આર્યન (ભૂલ ભુલૈયા 3 )
- બેસ્ટ એક્ટ્રેસ – નીતાંશી ગોયલ (લાપતા લેડીઝ)
- બેસ્ટ ફિલ્મ – લાપતા લેડીઝ
- બેસ્ટ ડિરેક્ટર – કિરણ રાવ (લાપતા લેડીઝ)
- બેસ્ટ એક્ટર (નેગેટિવ રોલ) – રાઘવ જુયાલ (કિલ)
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ – જાનકી બોડીવાલા (શૈતાન)
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – રવિ કિશન (લાપતા લેડીઝ)
- લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ – રાકેશ રોશન
- બેસ્ટ ડિરેક્ટર ડેબ્યૂ – કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ)
- બેસ્ટ ડેબ્યૂ (મેલ ) – લક્ષ્ય લાલવાણી (કિલ)
- બેસ્ટ ડેબ્યૂ (સ્ત્રી) – પ્રતિભા રંતા (લાપતા લેડીઝ)
- બેસ્ટ લિરિક્સ – પ્રશાંત પાંડે (સજની: લાપતા લેડીઝ)
- બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર – રામ સંપથ (લાપતા લેડીઝ)
- બેસ્ટ સિંગર (મેલ)- જુબિન નૌટિયાલ (દુઆ: આર્ટીકલ 370)
- બેસ્ટ સિંગર (ફીમેલ)- શ્રેયા ઘોષાલ ( ભૂલ ભુલૈયા 3 )
- બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન – સુભાષ સાહુ, બોલો કુમાર ડોલોઈ, રાહુલ કાર્પે (કિલ)
- બેસ્ટ સ્ક્રીનપ્લે – સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)
- બેસ્ટ ડાયલોગ – અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટીકલ 370)
- બેસ્ટ સિનેમેટોગ્રાફી- રફય મહમૂદ (કિલ)
- બેસ્ટ કોરિયોગ્રાફી – બોસ્કો (તૌબા તૌબા: બેડ ન્યૂઝ)
- બેસ્ટ VFX- રેડ ચિલીઝ (ભૂલ ભુલૈયા 3)
પહેલી જ ફિલ્મથી છવાઈ જાનકી અને નિતાંશી
- Advertisement -
આ એવોર્ડ ફંક્શનમાં આ વર્ષે ‘લાપતા લેડિઝ’ છવાયેલી રહી. આ ફિલ્મે IIFA માં સૌથી વધુ 7 એવોર્ડસ પોતાના નામે કર્યા. તો નિતાંશી ગોયલે ફિલ્મ ‘લાપતા લેડિઝ’ થી બૉલીવુડમાં પ્રવેશ કર્યો અને એવોર્ડ જીત્યો. કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ‘લપતા લેડીઝ’નું નિર્માણ આમિર ખાન દ્વારા કરવામાં આવ્યું છે. તો સાથે જ ગુજરાતની એક્ટ્રેસ જાનકી બોડીવાલાને પણ તેની પહેલી જ ફિલ્મ શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો.