રહીશો એટલી હદે કંટાળ્યા કે અંતે હાઇવે પર વાહન રોકી વિરોધ કરવો પડ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર નગરપાલિકાને મકાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે પરંતુ જે પ્રકારે મહાનગરપાલિકાની સુવિધા મળવી જોઈએ તે હજુય સ્થાનિકોને મળતી નથી જેના લીધે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે સુરેન્દ્રનગર મનપાના કેટલાક વિસ્તાર એવા છે જ્યાં આજદિન સુધી પ્રાથમિક સુવિધા મળી રહી નથી તેવામાં મનપાનો દરજ્જો મળતા ગ્રામ્યમાં આવતા વિસ્તારોને સુરેન્દ્રનગર મનપામાં ભેળવી લીધા છે. ત્યારે વઢવાણની શ્રીનગર સોસાયટી ખાતે રહેતા સ્થાનિક રહીશો છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી માટે વલખા માટે છે જે અંગે વારંવાર રહીશો દ્વારા આ પૂર્વે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને રજૂઆત કરી હતી પરંતુ કોઈ નિર્ણય નહીં આવતા હવે સુરેન્દ્રનગરને મનપાનો દરજ્જો મળ્યો છે છતાં પણ અહીંના રહીશોની હાલત તો પહેલાની માફક જ છે. શ્રીનગર સોસાયટીના સ્થાનિકો જણાવે છે કે પાણી જીવન જરૂરિયાત છે અને તેઓ દર વર્ષે પાણી, લાઈટ અને સ્વછતાનો વેરો પણ ભરપાય કરે છે છતાં સ્થાનિક તંત્ર પાણીની સુવિધા આપી શકતું નથી. દર ઉનાળે આ પ્રકારની પરિસ્થિતિ ઉદભવ થાય છે જેના લીધે રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી નહીં કરતા અંતે સોસાયટીના રહીશો દ્વારા પાણી આપવાની માંગ સાથે વઢવાણ – વાઘેલા તરફના હાઇવે રોડની ચક્કાજાન કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકો દ્વારા હાઇવે પર આવતા જતા વાહનોને રોકી પાણીની માંગ સાથે વિરોધ નોંધાવતા હાઇવે ચક્કાજામ થયો હતો.