અકસ્માતમાં 3ના મોત જ્યારે 4 ઇજાગ્રસ્ત થતા રેફર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
ધ્રાંગધ્રા – માલવણ હાઈવે પર વારંવાર અકસ્માત થતા અનેક પરિવારોના સભ્યો મોતને ભેટ્યા છે ત્યારે વધુ એક વખત હાઈવે કાળમુખો સાબિત થયો છે જેમાં ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર હરીપર ગામ પાસે બુધવારે મોડી રાતે ટ્રેલર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઈકો કારમાં સવાર ત્રણનું અવસાન થયું હતું અને ચાર જેટલા લોકોને ઇજા પામતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર બુધવારે મોડી રાત્રે આશરે ત્રણેક વાગ્યાં સમય દરમિયાન ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર આવેલા હરીપર ગામ નજીક બ્રિજ પાસે ટ્રેલર પાછળ ઈકો કાર ઘૂસી ગઈ હતી આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે આખી ઈકો કાર પડીકું વળી ગઈ હતી. જ્યારે ઈકો કારમાં સવાર 24 વર્ષીય વિશાલભાઈ કમલેશભાઇ મારું, 56 વર્ષીય પ્રફુલબેન ગિરીશભાઈ મારું તથા 65 વર્ષીય કિશોરભાઇ મોહનભાઈ ડાભીનું મોત નીપજ્યું હતું જ્યારે ચેતનાબેન કમલેશભાઇ મારું, ભાવિનભાઇ ગિરીશભાઈ મારું, કૌશલભાઈ ભાવિનભાઇ મારું તથા કમલેશભાઇ ખીમજીભાઇ મારું ગંભીર રૂટ ઘાયલ થતા તાત્કાલિક 108ની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાંથી વધુવસર્વે અર્થે રીફર કરાયા છે. આ પ્રકારના ગંભીર અકસ્માતને લઈને મૃતકોના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.



