જૂના માર્કેટ યાર્ડમાં તરબૂચની ધૂમ આવક, મણના 300થી વધારે ભાવ બોલાયા
ઉનાળાની સિઝન શરૂ થાય એટલે સ્વાદ શોખીનોને તરબૂચનો સ્વાદ દાઢે વળગતો હોય છે, પરંતું આ સાલ તરબૂચ આગોતરા આવી પહોંચ્યા છે, સામાન્ય રીતે ફેબ્રુઆરી મધ્યભાગમાં આવતા તરબૂચ આ વર્ષે જાન્યુઆરીના અંતમાં જ બજારમાં આવી ગયા છે અને હાલમાં સોમનાથ તેમજ અમદાવાદથી દરરોજ રાજકોટ, જામનગર અને મોરબી સહિતના જિલ્લામાં ઢગલા મોઢે તરબૂચ મંગાવવા આવી રહી છે.જો કે, હાલમાં બજારમાં આગોતરા આવેલા તરબૂચના ભાવ જોતા સ્વાદ શોખીનોના ખિસ્સાને પણ રાહત મળે તેવા ભાવ મુકાયા છે મણ 300 થી લઈને 400 સુધી મુકવામાં આવ્યા છે.