ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલાથી દ્વારકા પગપાળા સંઘયાત્રા આજે પ્રસ્થાન થયું દસ દિવસ બાદ દ્વારકા પહોંચશે. આજરોજ સાવરકુંડલા સમસ્ત ભરવાડ સમાજ આયોજિત સાવરકુંડલાથી દ્વારકા પગપાળા સંઘયાત્રા આજરોજ પ્રસ્થાન થયેલ છે. અંદાજિત ચારસો જેટલા પદયાત્રીઓ 100 જેટલા સ્વયંમસેવકો સાથે દ્વારકા દર્શને નીકળી પડ્યા છે. પદયાત્રા સંઘના તમામ પદયાત્રીઓ ભક્તિભાવ સાથે દ્વારકાધીશના જયઘોષ સાથે દ્રારકા જવા રવાના થયા. આમ ગણીએ તો આવો વિશાળ પદયાત્રા સંઘ અને એ પણ દ્રારકા જેવા દૂરના યાત્રાધામ સુધી જવું એ ખરેખર કઠીન તો ગણાય. પરંતુ દ્રઢ સંકલ્પ સાથે ભક્તિભાવ અને આસ્થા જોડાયેલ હોય તો કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી. બપોરે એક વાગ્યાના સુમારે નીકળેલ આ પદયાત્રા સંઘ હાલ ચલાલા ખાતે પહોંચ્યા હશે.