૬૫ બહેનોએ “આઝાદીકા અમૃત મહોત્સવ” ફિટ ઇન્ડિયાના બેનર્સ સાથે કર્યું જનજાગૃતિનું પ્રેરણાત્મક કાર્ય
રાજકોટ – રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા ”આઝાદી કે અમૃત મહોત્સવ” ફિટ ઇન્ડિયા આભિયાનના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં ૬૫ બહેનોની સાઇકલ રેલીનું આયોજન જી કે ધોળકિયા સ્કૂલ (ડી.એલ.એસ.એસ.) , ૧૫૦ ફીટ રિંગ રોડ ખાતે તા. ૨૧ ઓગસ્ટના રોજ સવારે ૬:૩૦ કલાકે કરવામાં આવ્યું હતું.
આ રેલીમા ૬૫ બહેનો, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના તમામ કોચ, ડી.એલ.એસ.એસ કોચ અને સ્કુલ ટ્રેનર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
- Advertisement -
સાયકલિસ્ટોએ એક કલાકની સાઇકલ રેલી દરમ્યાન ત્રણ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. સાયકલ રેલી દરમિયાન આઝાદીકા અમૃત મહોત્સવના બેનર, પોસ્ટર તથા ફિટ ઇન્ડિયા લોગોનો ઉપયોગ કરી જનજાગૃતિનુ કાર્ય કર્યું હતું.
સાયકલવિરો માટે પીવાના પાણીની વ્યવસ્થા સીનીયર કોચ દ્વારા કરવામાં આવી હતી. આ રેલી રાજ્ય સરકારની કોવિડ – ૧૯ ની માર્ગદર્શિકાના પાલન સાથે કરવામાં આવી હતી તેમ સીનીયર કોચ રમા મદ્રાની યાદીમાં જણાવાયું છે.