મકાન માલિકના પુત્રએ ધાક-ધમકી દઈ બે બહેનોને હવસનો શિકાર બનાવી
પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મૂળ જુનાગઢના વતની હાલ શહેરની ભાગોળે ભાડે મકાનમાં રહેતા પરિવારની બે પુત્રીઓને મકાનમાલિકના પુત્રીઓને ધાક-ધમકી આપી છેડતી કરી દુષ્કર્મ આચર્યુ હોવાની ભોગ બનનારની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને દબોચી લીધો હતો. શહેરના ભોગોળે રહેતી ત્યકતાએ બી ડીવીઝન પોલીસમાં રાજેશ છગનભાઈ મકવાણા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે બે દિવસ પુર્વે ઘરે હતી ત્યારે મારી નાની પુત્રી ગભરાયેલી હતી. જેથી મે પુછતા તે રડવા લાગી અને કહ્યું કે મકાન માલિક લીલાબેનનો પુત્ર રાજેશ ગઈકાલે રાત્રે મને એકટીવા શીખવવાના બહાને લઈ ગયો હતો. અને સુલભ શૈચાલય પાસે અંધારામાં મને રાજેશે કિસ કરી શારીરિક અડપલા કર્યા હતા.અગાઉ પર કિસ કરી અડપલા કર્યા હતા. જેથી મે આવું નહીં કરવા કહેતા શખસે જો કોઈને વાત કરીશ તો તારી મમ્મીને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદ મોટી પુત્રી કહ્યું કે સવા મહિના પહેલા ઘરે એકલી હતી. ત્યારે શખસ ઘરે આવી મારી સાથે દુષ્કર્મ આચરી ધમકી આપી હતી.બાદ પંદર દિવસ પુર્વે ફરિ દુષ્કર્મ આચર્યુ હતું. જેથી ભોગબનનાર પુત્રીઓની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે શખસ સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી અગાઉના પરિચયના કારણે સગીરા એકટીવા શીખવા આવી હતી અને અંધારાનો ગેરલાભ લઈ સગીરાને આરોપીએ અડપલા કરી લીધા હતા.



