મહાશિવરાત્રી મેળામાં હૈયેહૈયું દળાય તેટલી જનમેદની, વાહનો માટે પ્રવેશ બંધ
રુદ્રાક્ષ ઘારી સાધુ, છોટે સાધુ, સાધ્વી અને વૃદ્ધ સાધુની શિવભક્તિ
- Advertisement -
ગિરનારી મેળામાં શિવનો નાદ ગુંજી ઉઠ્યો, શ્રદ્ધાળુનો પ્રવાહ મેળા તરફ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
શિવ તત્વને પામવા ગિરનારની તપો પાવન ભૂમિમાં યોજાતા મહાશિવરાત્રી એટલે લઘુકુંભ મેળો હવે અંતિમ ચરણોમાં છે. હવે એક દિવસ બાકી રહ્યો છે દેશ દેશાવરથી માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. અને શિવભક્તોનો પ્રવાહ સતત ભવનાથ તળેટીમાં યોજાતા મેળા તરફ જોવા મળી રહ્યો છે.ત્યારે તળેટીમાં હૈયેહૈયું દળાય તેટલી જનમેદની જોવા મળી રહી છે. ત્યારે મેળામાં જવા માટે ભરડાવાવ તરફથી ભવનાથ જતા ભાવિકોના વાહનો માટે પ્રવેશ બંધી કરી દેવામાં આવી છે. પ્રશાશન તરફથી ભાવિકોને વાહનોથી વધુ કોઈ મુશ્કેલી ન પડે તેના માટે નિર્ણય લેવામાં આવ્યો છે.જયારે આવતીકાલે મહાશિવરાત્રીને અંતિમ દિવસ છે. એવા સમયે દિગમ્બર સાધુની રવાડી નીકળશે ત્યારે લાખોની ભીડ જોવા મળશે ત્યારે કાલે પણ વાહન પ્રવેશ બંધ કરી દેવામાં આવશે.
ગિરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રી મેળામાં રુદ્રાક્ષ ઘારી સાધુ, છોટે સાધુ, સાધ્વી અને વૃદ્ધ સાધુઓએ ધુણીઓ ધખાવી છે અને શિવભક્તિમાં લિન છે. અનેક સાધુ આ પાંચ દિવસના મેળામાં સનાતન ધર્મની ધ્વજા ફરકાવી અલગ અલગ રીતે તપસ્યા કરતા નજરે પડે છે.ત્યારે ભાવિકો પણ નાગા સંન્યાસી સાધુના દર્શન સાથે ભવનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.તેની સાથે અન્નક્ષેત્રમાં અવિરત સેવા કાર્યો સાથે ભાવિકોને ભાવતા ભોજન્યા પીરસી સેવકો સેવાકાર્ય કરી ગિરનારી મહારાજના આશીર્વાદ મેળવી રહ્યા છે. જયારે લાખોની જનમેદની ઉમટી પડતા પ્રશાશન પણ ખડેપગે રહીને ટ્રાફિક વ્યસવ્થા સાથે વધુ ભીડ એકત્રિત ન થાય તેના માટે પોલીસ વિભાગ પણ ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. ધર્મ, સંસ્ક્રુતિ, અને માનવહૈયાનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો આ લઘુકુંભ સમા મેળો એટલે ભજન, ભોજન અને ભક્તિનો ભવનાથનો મેળો આ મેળો ગુજરાતના જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથનો મેળો યોજાય છે. ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓમાંનો એક છે. આ મેળાને મિનિ કુંભમેળા તરીકે પણ ઓળખવામાં આવે છે આ સ્થળે દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહા વદ અગિયારસથી મહાવદ અમાસ સુધી યોજાતો મેળો ભવનાથના મેળા તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. અહી મહા વદ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે. ત્યારબાદ ભવનાથ ક્ષેત્રમાં આવેલા તમામ અખાડાઓમાં પણ ધ્વજારોહણ થશે અને મેળાનો પ્રારંભ થશે. આ સમયે નાગાબાવા તથા સાધુઓ શંખ ધ્વની કરતા અને જાતજાતના વાદ્યો વગાડતા મહાદેવનો જયનાદ તથા જય જય ગિરનારીના જયઘોષ કરતા જોવા મળે છે.
- Advertisement -
ભાવિકોને અહીં 150 જેટલા ઉતારા અને અન્નશ્રેત્રોના મંડળો દ્વારા ભાવથી વિના મૂલ્યે ભોજન પીરસવામાં આવે છે. સવારમાં ગરમ ગાંઠિયા, જલેબી, ઈડલી, સહિતના વ્યંજનો નાસ્તામાં હોય છે. રાત્રિના સમયે પંજાબી અને ચાઈનીઝની સાથે કાઠીયાવાડી રોટલો પણ માખણ, ઘી, ગોળ સાથે અનેક ઉતારા મંડળો દ્વારા પીરસવામાં આવે છે. ભવનાથનો શિવરાત્રી મેળો ભોજન માટે જગવિખ્યાત બન્યો છે. ગિરિ તળેટીમાં નામી અનામી અનેક કલાકારો, ભજનિકો પાંચ દિવસ દરમિયાન વિવિધ શૂરો અને શાહિત્ય દ્વારા ભક્તિ કરે છે. અહીંના અન્નક્ષેત્રો, આશ્રમો અને મંદિરોમાં ભજનની રસલ્હાણ ભાવિકોને પીરસે છે. અમુક ભજન રશિયા ભાવિકો તો આ મેળાની રાહ જોઈને બેસતા હોય છે. કારણ કે, ભવનાથમાં પાંચ દિવસ સુધી મોટાભાગના ઉતારાઓ અને આશ્રમોમાં ભજનની રંગત જામતી હોય છે.
મેળામાં તંત્રના જુદા જુદા વિભાગો ચોતરફ ભાવિકોની સુખાકારી માટે ખડેપગે
જૂનાગઢ ભવનાથ તળેટીમાં યોજાતા મહાશિવરાત્રી મેળમાં પ્રતિવર્ષ 10 લાખથી વધુ ભાવિકો પધારે છે.ત્યારે ભાવિકોની સુખાકારી અને મેળો શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તેના માટે વહીવટી તંત્રના જુદા જુદા વિભાગો સતત પાંચ દિવસ સુધી ખડેપગે ફરજ નિભાવે છે આ એક માત્ર એવો મેળો છે કે જેમાં વન વિભાગ, મહાનગર પાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને પીજીવીસીએલ અને 108 ઇમરજન્સી સેવા સતત કાર્યરત જોવા મળે છે.મેળાના ચાર દિવાસમાં પાંચ લાખ ભાવિકો મેળો કરીને પરત ફર્યા હોવાનો એક અંદાજ છે હજુ કાલે મહાશિવરાત્રી પર્વ છે તેમાં હજુ લાખો શ્રદ્ધાળુ જોડાશે અને મધ્યરાત્રિ સુધી મેળો ચાલશે આમ પાંચ દિવસમાં કોઈ અનિચ્છિય બનાવ ન બને તેના માટે તંત્ર દ્વારા ચોતરફ બંદોબસ્ત સાથે ફરજ પર જોવા મળે છે.
ગિરનારની છત્રછાયામાં મહાશિવરાત્રી મેળામાં રંગત જામી, હકડેઠઠ મેદની
દેશ દેશદેશાવરના સાધુ-સંતો મહંતો અને શિવભક્તો જોડાયા
ગરમા ગરમ રોટલા સાથે અન્નક્ષેત્રોની સેવા

શિવરાત્રી મેળામાં છોટેસાધુ આકર્ષણનું કેન્દ્ર: છોટેસાધુએ ધુણી ધખાવી

હાથબનાવટ ઢીંગલી અને શિવના ડમરુનો વેપાર કરતો પરિવાર

108 એમ્બ્યુલન્સ સેવા મેળામાં ખડેપગે: પોલીસ અને ડોક્ટરો ભાવિકોના વ્હારે




