નવા કુલપતિ બનેલા ઉત્પલ જોશીનું અભિવાદન કરાશે
રા.લો. સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલ એસ. જોશીના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની ખાસ સાધારણ સભા ગુરૂવાર, તા. 27/02/2025ના રોજ સાંજે 4.30 કલાકે ગુજરાતી ભવનનાં સેમિનાર હોલમાં મળશે. આ પ્રસંગે રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.ના અધ્યક્ષ અને વરિષ્ઠ પત્રકાર નરેન્દ્રસિંહ જાડેજા મુખ્ય મેહમાન પદે ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ખાસ સાધારણ સભામાં સભાસદોને આપવામાં આવતી મહત્તમ 30 લાખની લોનની મર્યાદા વધારીને મહત્તમ લોન 60 લાખની કરવા તેમજ ફરજિયાત બચતની રકમમાં વધારો કરવા સહિતના નિર્યણ લેવામાં આવશે.
ગુરૂવાર, તા. 27-02-2025 ના રોજ યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ખાસ સાધારણ સભા યોજાશે. સાથોસાથ આ જ યુનિવર્સિટીના એલ્યુમનાઈ અને ફીઝીકસ ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રોફે. ઉત્પલ એસ. જોશીનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના પદ પર નિયુક્ત થવા બદલ ગરિમાપૂર્ણ અભિવાદન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યાપકોની સહકારી મંડળીના પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયા, ઉપપ્રમુખ પ્રો. જે. એ. ભાલોડિયા, મંત્રી પ્રો. વી.જે. કનેરીયા, સહમંત્રી ડો.યોગેશ જોગસણ, ખજાનચી ડો. રંજનબેન ખૂંટ, કારોબારી સભ્યો – પ્રો. સંજય ભાયાણી, પ્રો.આર. બી. ઝાલા, પ્રો.અતુલભાઈ ગોસાઈ, પ્રો.નિકેશ શાહ, ડો. રેખાબા જાડેજા, ડો. મનીષ શાહ, ડો.અશ્વિનભાઈ સોલંકી અને ડો.ભરતભાઈ ખેર જહેમત ઉઠાવી રહ્યા છે.