સમૂહ લગ્નમાં આચાર્યપદે શાસ્ત્રી ભાવેશ ભટ્ટ બિરાજમાન થશે: ક્ધયાઓને કરિયાવર સ્વરૂપે અનેક વસ્તુઓની ભેટ અપાશે: દાતાઓનો સહયોગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિશ્ર્વની સૌથી મોટી સામાજિક સંસ્થા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, મહિલા સંઘ, યુવા પાંખ દ્વારા તા. 23-2 ને રવિવારના રોજ રાજપૂત ગીરાસદાર સમાજનો 18મો સમૂહ લગ્નોત્સવનું સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 19 નવદંપતિઓ શાસ્ત્રોક્ત વિધિથી પ્રભુતામાં પગલાં માંડશે.
તા. 23 ને રવિવારે બપોરના 2 કલાકે વર-ક્ધયાનું એન. કે. જાડેજા રાજપૂત ક્ધયા છાત્રાલય ખાતે આગમન થશે, બપોરે 4-00 કલાકે 150 ફૂટ રીંગ રોડથી વરયાત્રાનો શુભારંભ કરવામાં આવશે, 6 કલાકે લગ્ન સ્થળ આશાપુરા ફાર્મ, શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ પર આગમન થશે. જ્યાં દરેક નવદંપતિના સામૈયા કરી પોતાના લગ્ન મંડપમાં પધરામણી કરશે. ત્યારબાદ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન વિધિ કરાવવામાં આવશે. સાંજે ગૌધુલીક સમય 6-10 કલાકે હસ્તમેળાપ થશે ત્યારબાદ નવદંપતિ અને તેમના માતાપિતાને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ એમ. જાડેજા, પી. ટી. જાડેજા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ દિપકસિંહ ઝાલા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન અનુસાર સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા યુવા સંઘના પી. ટી. જાડેજા (હડમતીયા જં.) ચેરમેન, હિતેન્દ્રસિંહ ડી. ઝાલા (કોઠારીયા જં.) ક્ધવીનર, સમૂહ લગ્નની જવાબદારી સંભાળી રહ્યા છે. જેમાં કિરીટસિંહ જાડેજા પ્રદેશ મંત્રી, પથુભા જાડેજા પ્રમુખ રાજકોટ શહેર, કિશોરસિંહ જેઠવા પ્રમુખ રાજકોટ જિલ્લો, નિર્મળસિંહ ઝાલા, ભારતસિંહ ઝાલા, ચંપકસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, રાજભા વાળા, મહિપતસિંહ પરમાર, અશોકસિંહ જાડેજા, પી. વી. જાડેજા, કિરીટસિંહ ઝાલા કાર્યક્રમને સફળતા અપાવવા અને યુવા પાંખને પ્રોત્સાહિત કરી સતત માર્ગદર્શન પૂરૂં પાડી રહ્યા છે.
આ સમૂહ લગ્નોત્સવની સંપૂર્ણ જવાબદારી યુવા પાંખને સોંપવામાં આવેલી હોય જેમાં અક્ષિતસિંહ પી. જાડેજા સહક્ધવીનર, કનકસિંહ ઝાલા સહક્ધવીનર, હિતેન્દ્રસિંહ ઝાલા સહક્ધવીનર, બલભદ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, શક્તિસિંહ પરમાર, દિલીપસિંહ જાડેજા, મેઘરાજસિંહ ઝાલા, જયપાલસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા તેમજ યુવા પાંખના સર્વે કાર્યકર્તાઓ અને રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાંથી મજબુતસિંહ જાડેજા, વી. પી. જાડેજા, જયદેવસિંહ ઝાલા, હેમંતસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા, રવિરાજસિંહ જાડેજા, જસપાલસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, મહિલા સંઘના કા.અધ્યક્ષ જયશ્રીબા પી. જાડેજા, હિનાબા ગોહીલ, ગીતાબા જેઠવા, કીર્તિબા ઝાલા, ભાવનાબા જાડેજા, મીનાબા જાડેજા, પૂર્ણાબા ગોહીલ ગૃહમાતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
- Advertisement -
આ સમૂહ લગ્નના આજીવન દાતા તરીકે સ્વ. સુરેન્દ્રસિંહ દાદુભા ઝાલા તથા પરિવાર, જુની કલાવડી દ્વારા આર્થિક અનુદાન આપવામાં આવેલ છે. સમૂહ લગ્નમાં દરેક ક્ધયાઓને 100થી વધુ ભેટ-સોગાદ આપવામાં આવશે.
આ સમૂહ લગ્નમાં દાતાઓ પરાક્રમસિંહ જાડેજા જ્યોતિ સીએનસી, મયુરધ્વજસિંહ એમ. જાડેજા જે.એમ.જે. ગ્રુપ, મોહીતસિંહ બી. ઝાલા સિદ્ધિ વિનાયક મોટર, હકુભા વાળા, કિશોરસિંહ જાડેજા રાજશૃંગાર પાર્ટી પ્લોટ નાનામવા, હરીશચંદ્રસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા, સહદેવસિંહ ડી. ઝાલા, યુવરાજસિંહ જાડેજા, ઋષિરાજસિંહ નિલેશસિંહ ઝાલા હોટલ આર.આર.ઈન, સ્વ. પી. પી. જાડેજા પ્રદ્યુમન ગ્રુપ નાના મવા, પ્રવિણસિંહ કનુભા વાઘેલા ફાઈન ટ્રેડ ફોર્મ ઈન્ડસ્ટ્રીઝ, વિરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી રાજકોટ શહેર ભાજપ, સુરુભા જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા રોઝર મોટર્સ, મહિપતસિંહ ચુડાસમા હોટલ જયસન, શ્રીમતી જયશ્રીબા પી.ટી. જાડેજા તથા મહિલા સંઘ, મનોહરસિંહ રમુભા ઝાલા રોજાસર, સહદેવસિંહ ડી. ઝાલા, સહદેવસિંહ વાઘેલા દેવ બિલ્ડર્સ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ પી. જાડેજા પીસીસી, રાજદિપસિંહ એમ. જાડેજા ઉપાધ્યક્ષ રાજકોટ શહેર ભાજપ, હાર્દિકસિંહ એમ. જાડેજા હીના એન્જિ., યશપાલસિંહ જાડેજાનો મુખ્ય આર્થિક સહયોગ મળ્યો છે.
આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય મહેમાન ડો. જયેન્દ્રસિંહ એમ. જાડેજા એમ.ડી. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, જનકસિંહ ગોહીલ નાયબ નિયામક, દીપકસિંહ ઝાલા પ્રદેશ અધ્યક્ષ તેમજ સર્વે દાતાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં હાજરી આપશે. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે પી. ટી. જાડેજા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, હિતેન્દ્રસિંહ ડી. ઝાલા યુવા પ્રમુખ રાજકોટ જિ., કિરીટસિંહ જાડેજા પ્રદેશમંત્રી, પથુભા જાડેજા પ્રમુખ રાજકોટ શહેર, અક્ષિતસિંહ પી. જાડેજા સલાહકાર સમિતિ યુવા પાંખ, કનકસિંહ ઝાલા મહામંત્રી રાજકોટ જિ., હિતેન્દ્રસિંહ ઝાલા સહક્ધવીનર, નિર્મળસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા આવ્યા હતા.