નવાબંદર રોડ પર સમી સાંજે બનેલો બનાવ, પોલીસે તપાસ આદરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.19
ઊનામાં નવાબંદર રોડ પર આવેલ જાખરવાડા ગામ નાં પાટીયા નજીક સાંજ નાં સમયે બે બાઈક સામ સામે ધડાકાભેર અથડાતા એક આશાસ્પદ યુવાન નું કમકમાટીભર્યુ મોત ઘટના સ્થળે નિપજ્યું હતું અને બે યુવાનો ને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ઉના ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઊના શહેરનાં અંજાર રોડ પર રહેતાં સતારશા હાસમશા ફકીર તેમજ તેમનાં મિત્ર અસલમ અનવર પઠાણ પોતાની બાઈક નંબર જીજે 32 એ સી 7692માં બેસી સાંજના સમયે જતાં હતાં ત્યારે જાખરવાડા ગામ નાં પાટીયા પાસે જી જે 14 બી બી 3465 બાઈક ચાલક દિનેશભાઇ બાલાભાઈ ચારણીયા ની બાઈક લઈને નિકળતાં બન્ને બાઈક કોઈ પણ કારણોસર અકસ્માતે ધડાકાભેર અથડાતાં બન્ને બાઈક દુર સુધી ફંગોળાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સતારશા હાસમશા ફકીર નું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું તેમજ બે યુવાનો ને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ઉનાનીહોસ્પિટલ માં ખસેડાયાં હતાં.
- Advertisement -
અકસ્માતની જાણ નવાબંદર મરીન પોલીસને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આજુબાજુના લોકો પણ અકસ્માત સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત યુવાનોને એમરજનસી એમ્બ્યુલન્સ મારફતે ઊના ખસેડી મૃતક યુવાન નું પી એમ માટે સરકારી દવાખાને મૃતદેહ પહોંચાડતા મોટીસંખ્યામાં મૃતક યુવાન સતારશા હાસમશા ફકીર નાં પરીવાર જનો દોડી આવતાં શોકમય વાતાવરણ ફેલાયું હતું.