સીસીટીવી ફૂટેજ સીલ કરાયા; 7 વર્ષની બાળકીના માથામાં ખીલી ભોંકાઈ, મોત થયું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
- Advertisement -
શનિવારે રાત્રે લગભગ 9:26 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા હતા. આમાં 14 મહિલાઓ અને 3 બાળકો છે. 25 થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોને દિલ્હીની છખક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સ્ટાફ સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના મૃતદેહોની છાતી અને પેટ પર ઈજાના નિશાન હતા. તેમનું ગુંગળામણથી મૃત્યુ થયું. ઉત્તર પ્રદેશના ઉન્નાવના રહેવાસી ઓપિલ સિંહને 7 વર્ષની પુત્રી રિયા પણ હતી. ભાગદોડ દરમિયાન, એક ખીલી રિયાના માથામાં વાગી ગઈ, જેના કારણે તેનું મૃત્યુ થયું. આ અકસ્માત પ્લેટફોર્મ નંબર 13, 14 અને 15 વચ્ચે થયો હતો. મહાકુંભમાં જવા માટે સાંજે 4 વાગ્યાથી સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી. રાત્રે લગભગ 8:30 વાગ્યે, પ્રયાગરાજ જતી 3 ટ્રેનો મોડી પડી, જેના કારણે ભીડ વધી ગઈ. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, ટ્રેનનો પ્લેટફોર્મ નંબર 14થી બદલીને 16 કરવામાં આવ્યો હતો. આના કારણે નાસભાગ મચી ગઈ. રેલવેએ અકસ્માતની તપાસ માટે બે સભ્યોની સમિતિની રચના કરી છે. તેમાં ઉત્તર રેલવેના બે અધિકારીઓ, નરસિંહ દેવ અને પંકજ ગંગવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિએ નવી દિલ્હી રેલવે સ્ટેશનના તમામ સીસીટીવી વીડિયો ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. દરમિયાન, દિલ્હી પોલીસે પણ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. તપાસની જવાબદારી ડીસીપી રેન્કના અધિકારીને સોંપવામાં આવી છે.
આ પહેલા 29 જાન્યુઆરીએ પ્રયાગરાજના મહાકુંભમાં 30 લોકોના મોત થયા હતા. તે જ સમયે, 10 ફેબ્રુઆરી, 2013ના રોજ, કુંભ દરમિયાન પ્રયાગરાજ સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 36 લોકોના મોત થયા હતા.
3 મોટા કારણો… જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી અને જીવ ગયા
ક્ષ પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન, ભુવનેશ્વર રાજધાની અને સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ. ત્રણેય પ્રયાગરાજ જવાની હતી. બે ટ્રેનો ભુવનેશ્વર રાજધાની અને સ્વતંત્ર સેનાની મોડી હતી. પ્લેટફોર્મ-14 પર આ ત્રણેય ટ્રેનોની ભીડ હતી. જ્યારે પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન અહીં પહોંચી ત્યારે જાહેરાત કરવામાં આવી કે ભુવનેશ્વર રાજધાની પ્લેટફોર્મ નં.16 પર આવી રહી છે. આ સાંભળીને જ 14 પર હાજર ભીડ પ્લેટફોર્મ નં. 16 તરફ દોડી.
ક્ષ ટિકિટ કાઉન્ટર પર ઘણા લોકો હતા. આમાંથી 90% પ્રયાગરાજ જઈ રહ્યા હતા. અચાનક ટ્રેન આવવાની જાહેરાત થઈ અને લોકો ટિકિટ વગર પ્લેટફોર્મ તરફ દોડી ગયા. આના કારણે નાસભાગ મચી ગઈ.
ક્ષ બે સપ્તાહના અંતે કુંભમાં જનારા લોકોની ભારે ભીડ હતી, પરંતુ સ્ટેશન વહીવટીતંત્રે કોઈ કંટ્રોલરૂમ બનાવ્યો નહી. શનિવારે પણ સાંજે 7 વાગ્યાથી ભીડ વધવા લાગી, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહીં.
દિલ્હીના કૠએ 1 કલાકમાં જ ટ્વિટ બદલ્યું!
દિલ્હીના કૠ વીકે સક્સેનાએ રાત્રે 11:55 વાગ્યે ટ્વિટ કર્યું, ‘નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડને કારણે ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. આ ઘટના પર મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના છે.’ પછી રાત્રે 12:24 વાગ્યે, તેમણે પોતાનું ટ્વીટ એડિટ કર્યું અને લખ્યું, ર‘નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. આ પરિસ્થિતિને સંભાળવા માટે મુખ્ય સચિવ અને પોલીસ કમિશનર સાથે વાત કરવામાં આવી છે.’ એલજી વીકે સક્સેનાએ મૃત્યુ અને શોક વ્યક્ત કરવા અંગેની વાતો હટાવી દીધી છે.