રાજકોટ બ્રહ્માકુમારીઝ દ્વારા વર્ષ 2025માં 89મો ત્રિમૂર્તિ શિવ જયંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે
26 ફેબ્રુઆરીના પણ શાંતિ – સેવા – સદ્દભાવ એમ ત્રિવિધ ક્ષેત્રે શાનદાર કાર્યક્રમનું આયોજન
ગુંજ રહા શિવ કા સંદેશ, સુન લો સભી દિશાઓ સે…
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ધરા પર આવ્યા તારણહાર, શિવ ભગવાન નિરાકાર… જી હા, બ્રહ્માકુમારીઝ રાજકોટ દ્વારા વર્ષ 2025માં 89 મો ત્રિમૂર્તિ શિવ જયંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેના ભાગ રૂપે રવિવારે ભવ્ય શિવ સંદેશ રેલીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ગુજરાત ઝોન ડાયરેક્ટર વરિષ્ઠ બ્રહ્માકુમારી ભારતીદીદીજીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. બ્રહ્માકુમારીઝ ગુજરાતની સેવાનું હિરક જ્યંતી વર્ષ સમસ્ત રાજ્યમાં ઉજવાઈ રહ્યું છે. જેને અનુલક્ષીને શિવ સંદેશ અને સેવાના અનેકવિધ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ દ્વારા યોજાઈ રહ્યા છે.
રવિવારે શિવ સંદેશ રેલી માટે વ્હેલી સવારે 5 વાગ્યે રાજકોટના જાગનાથ સેવા કેન્દ્ર ખાતે સહુને એકત્ર થવાનું હતું. સમયના પાબંદ એવા સર્વે બ્રહ્માકુમારીઝ ટીચર્સ બહેનો અને કુમારીઓ શ્વેત વસ્ત્ર ફરિશ્તા ડ્રેસમાં પાક્કા 5 વાગ્યે હાજર થઈ ગયા હતા અને પરમાત્મા શિવની યાદમાં 5:30 વાગ્યે શિવ સંદેશ રેલી નીકળી હતી. રેલી દરમિયાન ભાગ લેનાર સહુએ સ્વયં સમજ પૂર્વક મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળ્યો હતો. નિરાકાર પરમાત્મા શિવ ભારત ભૂમિ પર અવતરીત થયાનો સંદેશ જન જાગૃતિના શુભ આશય સાથેના સૂત્ર લખેલા બેનર લઈને મૌન અવસ્થામાં બી કે ટીચર્સ બહેનો અને આશરે 60 કે તેથી વધુ કુમારીઓ શ્વેત વસ્ત્ર (યુનિફોર્મ) ધારણ કરીને ભાવભેર શિવ સંદેશ રેલીમાં જોડાયા હતા. જાગો જાગો શિવની સંતાન, ભારતમાં આવ્યા શિવ ભગવાન – પરમાત્મા અવતરણના સંદેશ સાથેના બેનર્સ અને ત્રિરંગો લઈ ઉજવણી કરાઇ.