રાજકોટ SOGની ટીમે બાતમી આધારે દબોચી લઈ હથિયાર, કાર્ટિસ, કાર કબજે કર્યા
જેલમાંથી છૂટયા બાદ રેકી કરી ગુનાને અંજામ આપ્યો: હથિયાર અન્ય રાજ્યમાંથી મંગાવ્યાની કબૂલાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના પુનિતનગર વિસ્તારમાં શનિવારે સવારે કુખ્યાત શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત પરેશ બળદા ઉપર જંગલેશ્વરના સમીર ઉર્ફે મુર્ગો ઉર્ફે ટકો પઠાણે તેના અન્ય સાગરીતો સાથે મળી રેકી કર્યા બાદ ગેરકાયદેસર હથિયારથી ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ટીમો દોડાવી હતી દરમિયાન શહેર SOG પોલીસે ફાયરિંગ કરનાર સૂત્રધાર સમીર ઉર્ફે ટકો સહિત 3 આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી ગુનામાં વપરાયેલ ગેરકાયદેસર હથિયાર અને કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શનિવારે સવારે પુનિતનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં જંગલેશ્વરના શખસોની સંડોવણી હોવાનું સામે આવતા તાલુકા પોલીસમાં ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શહેર જઘૠ પીઆઇ જાડેજા અને ટીમને ચોક્કસ મળેલ બાતમીના આધારે મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુર્ગો ઉર્ફે ટકો પઠાણ, શાહનવાજ ઉર્ફે નવાજ વેતરણ અને સોહીલ ઉર્ફે ભણો ચાનીયા સહિત 3 આરોપીઓને ઝડપી પાડી તેની પાસેથી ગુનામાં વપરાયેલ ગેરકાયદેસર હથિયાર દેશી બનાવટની પિસ્તોલ, બે જીવતા કાર્ટીસ અને વર્ના કાર સહિત 5.52 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પ્રાથમિક પૂછતાછમાં મકરસંક્રાંતિના દિવસે ગોકુલધામ વિસ્તારમાં જંગલેશ્વરનો સોહેલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળ્યો હતો ત્યારે પેંડા ગેંગના સાગરીતો પરેશ ઉર્ફે પરીયો, યાસીન ઉર્ફે ભુરો, મેટીયો ઝાલા સહિતનાઓએ સોહેલની ગર્લફ્રેન્ડનો હાથ પકડી બિભત્સ માંગણી કરી તું અમારી સાથે આવ તેમ કહી સોહેલ પર ચારેય શખસોએ હુમલો કર્યો હતો અને છરી સહિતના હથિયારો કાઢ્યા હતાં. જે હુમલામાં સોહેલને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો અને પેંડા ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ જેલમાં ધકેલાયા હતાં. જેલમાંથી પરેશ પાંચ દિવસ પૂર્વે જ બહાર આવતા બદલો લેવા જંગલેશ્વરની ગેંગે રેકી કરી તેના પર ફાયરીંગ કર્યુ હોવાની કબૂલાત આપી હતી આરોપી સમીર ઉર્ફે મુર્ગો ઉર્ફે ટકો પઠાણ અન્ય રાજ્યમાંથી કોઈ પરિચિત પાસેથી આ ગેરકાયદેસર હથિયાર ખરીદ કરી હોવાની કબૂલાત આપી છે