અસમાજિક તત્વો દ્વારા ગ્રામજનો પર રોફ જમાવતા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન અસામાજિકતત્વોનો ત્રાસ વધુ રહ્યો છે જેના લીધે હવે ગ્રામજનો પણ આ પ્રકારના અસામાજિક તત્વોના ત્રાસને લઈ કંટાળી ગયા હોવાથી હિજરત કરવી પડે તેવી સ્થિતિ ઉદભવ થઈ છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે પણ આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતા હવે ગ્રામજનો આવેદન આપ્યું હતું. જેમાં જસમતપુર ગામે કેટલાક અસમાજિક તત્વો દ્વારા હાલમાં જ ગ્રામજનો સાથે માથાકુટ કરી માર માર્યો હતો અને એક પરિવાર પર ઘાતકી હુમલો પણ કર્યો હતો જે અંગેની ફરિયાદ પણ સ્થાનિક પોલીસ મથકે નોંધાઈ છે પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે આ પ્રકારે વારંવાર આ તત્વો દ્વારા ગામના અનેક સામાન્ય પરિવારો સાથે માથાકુટ કરી ધાપધમકી આપી ડરાવવાની કોશિશ કરે છે આ તત્વો અસામાજિક પ્રવૃતિ કરતા ગામનું વાતાવરણ પણ ડહોળાઈ છે જેને લઇ આવા તત્વોના ત્રાસને લીધે ગ્રામજનો દ્વારા ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી હતી.