વિધાર્થીઓ દ્વારા ભારતની સંસ્કૃતિ સાથે માતાપિતાની પૂજા કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
ભારતની સંસ્કૃતિ વ્રત અને તહેવારોની ભૂમિ છે. ત્યારે હાલ દેશનું યુવાધન સંસ્કૃતિ ભૂલીને વિદેશની વિકૃતિ અપનાવી રહી છે તેવામાં વેલેન્ટાઈન દિવસના પર્વનો ઉલ્લેખ ભારત દેશના એકપણ ગ્રંથમાં દર્શાવેલો નથી છતાં પણ આજનું યુવાધન આ પ્રકારના તહેવારો અને પર્વ ઊજવીને દેશની મૂળ સંસ્કૃતિ ભૂલી રહ્યા છે તેવામાં ધ્રાંગધ્રા શહેરના સાધના વિધાલય દ્વારા આજે વેલેન્ટાઈન ડેની ઉજવણીના બદલે માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવવામાં આવ્યો છે. જેમાં સાધના વિધાલય દ્વારા પોતાના સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓના માતા પિતાને સ્કૂલ ખાતે આમંત્રિત કરી વિધાર્થીઓ પાસે પોતાના માતાપિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે સાધના વિધાલયના સંચાલક દિલીપભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે “આધુનિક યુગની સાથે યુવાધન પશ્ચિમી સંસ્કૃતિને અપનાવી રહી છે જેના અનેક ગેરફાયદાઓ સમજમાં દાખલારૂપ છે પરંતુ ખરેખર આજનો દિવસ માતાપિતા સાથે બાળકના પ્રેમનો છે જેથી સ્કૂલ દ્વારા છેલ્લા ચારેક વર્ષથી વિદ્યાર્થીઓ પોતાના માતાપિતાની પૂજા કરતા હોવાનો કાર્યક્રમ ઉજવાય છે. દર્શ વર્ષે આ પ્રકારના કાર્યક્રમ થકી બાળકોમાં પણ ભારતની સંસ્કૃતિ અંગે જાગૃતિ આવે છે”. ત્યારે ખરેખર સાધના વિધાલય દ્વારા આ દેશની સંસ્કૃતિ અપનાવવા અને બાળકોને પણ ભણતર સાથે સંસ્કૃતિ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.