બનાવ બનતાં સંચાલકો અને જવાબદાર વ્યક્તિઓ નાસી છૂટ્યા
શિક્ષકોએ જણાવ્યું કે શાળાની નજીક ડી.જે વાગતું હતું તેને કારણે પોપડાં પડ્યા
- Advertisement -
નાનાં ભૂલકાંઓ સાથે થયેલી ઘટનામાં જવાબદારી લેવા કોઈ તૈયાર નહીં
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.14
ઉના ના વાંસોજ ગામની પ્રાથમિક શાળા ની લોબી માં સમૂહ પ્રાર્થના કરવા બેસેલા બાળકો માથે છત ના પોપડા પડતા 10 જેટલા બાળકો ને ગંભીર થી સામાન્ય ઇજાઓ પહોચી હતી. ઈજાગ્રસ્ત થયેલા બાળકોને બે 108 એમ્બ્યુલન્સ મારફતે ઉના સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ બાબતે શિક્ષકો સાથે વાત કરતા તેઓનુ એક જ રટણ સાંભળવા મળ્યું કે શાળાની બાજુમાં લગ્ન હોય અને ડીજેના સાઉન્ડથી શાળા ની છત ના પોપડા પડતાં આ બનાવ બન્યો હતો. પોપડા પડતાં ધોરણ 4 અને 5 ના બાળકો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમા ચાર થી પાંચ બાળકો ને માથા ના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી.
આ શાળા નું 6 માસ થી વધુ સમય થી સ્માર્ટ શાળા બનાવવા માટે નવીનીકરણ કરવા માટે ગોકળ ગતિ થી કામ ચાલુ છે.. કઈ એજન્સી અથવા ક્યાં બિલ્ડર્સ ને આ શાળા નું કામ સોંપવામાં આવ્યું છે અને આ ઘટના ના જવાબદાર કોણ??? શાળા માં બનાવેલી સમિતિ ના મેમ્બર ?? શાળા ના પિન્સીપલ ??
કે પછી ઉપરીઅધિકારીઓ ??? હવે જોવું એ રહ્યું કે આ દુર્ઘટના માટે ના જવાબદાર લોકો પર કોઈ કાયેવાહી કરાશે કે કેમ ??