ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
પશ્ચિમ બંગાળમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક સમયે પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા ઈન્દ્રજીત સિંહા બીરભૂમ જિલ્લાના તારાપીઠ સ્મશાનભૂમિમાં ભીખ માગતા જોવા મળ્યા હતા. ‘બુલેટ દા’ તરીકે ઓળખાતા આ નેતાની તસવીર વાયરલ થતાં જ ખળભળાટ મચી ગયો હતો. પાર્ટીના જૂના નેતાની હાલત જોઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો.સુકાંત મજમુદાર એક્શનમાં આવ્યા. તેમણે તરત જ બીરભૂમના બીજેપી જિલ્લા અધ્યક્ષને બીમાર ઈન્દ્રજીત સિન્હાને હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું. રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ પણ સિંહાની આ હાલતની નોંધ લીધી હતી. આ પછી ‘બુલેટ દા’ને કોલકાતાની એક મોટી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
- Advertisement -
ઈન્દ્રજીત સિંહા એક સમયે બંગાળ બીજેપીમાં હેલ્થ સર્વિસ સેલના ક્ધવીનર હતા. તેમણે ભાજપના કાર્યકરો અને સમર્થકોને તેમના મુશ્કેલ અને તકલીફના સમયમાં રાજ્યની લગભગ તમામ સરકારી હોસ્પિટલોમાં દાખલ કરાવવાનું કામ કર્યું હતું. તેઓ લગભગ 10 વર્ષ પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને આરોગ્ય ક્ષેત્રે પક્ષની પકડ મજબૂત કરવા માટે સતત કામ કર્યું હતું. તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ રાહુલ સિંહાની સલાહ પર તેઓ રાજકારણમાં સક્રિય થયા અને પોતાની મહેનતથી પાર્ટીમાં પોતાનું નામ બનાવ્યું.
બીરભૂમ જિલ્લાના તારાપીઠ સ્મશાનભૂમિમાં ભીખ માગતા ‘બુલેટ દા’ તરીકે ઓળખાતા નેતાની તસવીર વાયરલ થતાં જ ખળભળાટ મચી ગયો હતો.