સેવા હી પરમો ધર્મના મંત્રને ચિરતાર્થ કરવો એ લોકપ્રતિનિધિનું દાયિત્વ: ઉદય કાનગડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર વિધાનસભા-68ના ભાજપના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે ફરી એકવાર માનવતા મહેકાવી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં બાળકોને હુંફ મળે તેવા આશયથી વિધાનસભા-68ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 1300થી વધુ ભુલકાઓને સ્વેટર વિતરણ કર્યું હતું. આ સેવા કાર્યમાં શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વીનભાઈ મોલીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ સહીતના અનેક ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. ઉદય કાનગડના ઉમદા કાર્યથી શાળાનાં ભુલકાંઓ ખુશ થઇ ગયા હતા અને હર્ષઉલ્લાસની કીકીયારીથી અભિવાદન ર્ક્યું હતું. વિધાનસભા-68ના વોર્ડ નં.3,4,પ,6,1પ અને 16ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બાલવાટીકાના 1300થી વધુ ભુલકાઓને આ ભેટ આપવામાં આવી હતી. આ અંતર્ગત માર્કેટીંગ યાર્ડ પાછળ માલધારી સોસાયટી પાસે પંડિત જવાહરલાલ નહેરૂ પે સેન્ટર શાળા ખાતે સ્વેટર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ તકે ઉદય કાનગડએ જણાવેલ કે સમાજમાં કોઈપણ માધ્યમથી જરૂરીયાતમંદોને સહભાગી થવાનો અવસર મળવો એ ખુશીનો અવસર છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી શાળાના ભુલકાઓને શિયાળાની ૠતુમાં હુંફ મળી રહે તે માટે ગરમ સ્વેટર વિતરણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે નાગિરક સેવાઓને લોકનિર્માણ અને પ્રગતિનું મહત્વપૂર્ણ માધ્યમ બનાવી વિવિધ સેવાકીય કાર્યો થકી સેવા હી પરમોધર્મના મંત્રને ચિરતાર્થ કરવો એ લોકપ્રતિનિધિનું દાયિત્વ છે. ત્યારે ઉપસ્થિત અગ્રણીઓ ધ્વારા ધારાસભ્ય ઉદય કાનગડના આ સેવાકાર્યને બિરદાવાયું હતું. સ્વેટર વિતરણ કાર્યને સફળ બનાવવા વોર્ડ પ્રભારી, વોર્ડપ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરો અને વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.