કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં આવી રહ્યા છે. જેમાં મમતા કુલકર્ણીને ચાદર પોશીની વિધિ કર્યા બાદ મહામંડલેશ્વરની પદવી આપવામાં આવશે.
90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી મમતા કુલકર્ણી ફરી એકવાર ચર્ચામાં છે. અભિનેત્રી હાલમાં જ પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી હતી. જ્યાં તેમણે સંન્યાસની દીક્ષા લીધી હતી. કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં આવી રહ્યા છે. જેમાં મમતા કુલકર્ણીને ચાદર પોશીની વિધિ કર્યા બાદ મહામંડલેશ્વરની પદવી આપવામાં આવશે.
મમતા કુલકર્ણીએ પોતે સંગમના કિનારે પોતાના હાથે પિંડ દાન કર્યું હતું. હવે મમતાનો પટ્ટાભિષેક સમારોહ થવાનો છે. મમતા કુલકર્ણીનું આજથી નવું નામ આપવામાં આવી રહ્યું છે. મમતા કુલકર્ણી હવે શ્રી યમાઈ મમતા નંદ ગીરી તરીકે ઓળખાશે. જુના અખાડાના આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મમતા કુલકર્ણીને દીક્ષા આપી છે. અભિનેત્રી મહાકુંભમાં કિન્નર અખાડામાં રહી રહી છે.સન્યાસ લીધા બાદ મમતા કુલકર્ણીએ હવે ભગવા વસ્ત્રો પહેર્યા છે
તમને જણાવી દઈએ કે મમતા કુલકર્ણીએ બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તે શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા સ્ટાર્સ સાથે જોવા મળી હતી. મમતા કુલકર્ણી છેલ્લા ઘણા સમયથી વિદેશમાં રહેતી હતી. જે થોડા સમય પહેલા ભારત પરત ફર્યા હતા. હવે અભિનેત્રીએ મહાકુંભમાં સંન્યાસ લઇ લીધો છે.