કાશ્મીર માટે શરૂ થયેલી ટ્રેન શુક્રવારે જમ્મુ સ્ટેશન પર ટ્રાયલ માટે મુકાઇ હતી. આ ટ્રેન જમ્મુ પહોંચતા જ આ ટ્રેનને લઈને યાત્રીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એક તરફ સેલ્ફી લેવા લોકોની ભીડ જામી હતી તો લોકોએ ભારત માતા કી જય એવા નારા પણ લગાવ્યા હતા.
View this post on Instagram- Advertisement -
માઇનસ 30 ડિગ્રીમાં પણ ફૂલ સ્પીડમાં દોડશે
આ વંદે ભારત ટ્રેનની વિશેષતા એ છે કે તેના કાચ પર બરફ જામતો નથી. આ માઇનસ 30 ડિગ્રીમાં પણ ફૂલ સ્પીડમાં પુરપાટ વેગે દોડશે. આ ઉપરાંત આ ટ્રેનમાં એરોપ્લેનના પણ ફીચર જોડવામાં આવ્યા છે, જે બીજી અન્ય વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની તુલનામાં આને અલગ પાડે છે.
પ્રધાનમંત્રી આપશે લીલી ઝંડી
- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જલ્દી જ આ ટ્રેનને કટરાથી લીલી ઝંડી આપશે. આ ટ્રેન કટરા-બારામુલાના રસ્તે ચાલશે અને આનું સંચાલન ઉત્તર રેલવે કરશે ત્યારે શુક્રવારે આ ટ્રેનનું સફળ પરીક્ષણ થયું હતું અને લોકોમાં તેને લઈને ઉત્સાહ દેખાયો હતો અને લોકોએ ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા હતા.
વંદે ભારત એક્સપ્રેસ તેની અત્યાધુનિક સુવિધાઓ અને ઓછા સમયમાં કાશ્મીર પહોંચશે. માત્ર 3 કલાક અને 10 મિનિટમાં 160 કિમીથી વધુનું અંતર કાપતી આ ટ્રેન કટરાથી સવારે 8:10 વાગ્યે ઉપડશે અને સવારે 11:20 વાગ્યે શ્રીનગર પહોંચશે. પછી તે શ્રીનગરથી 12:45 વાગ્યે ઉપડશે અને 15:55 વાગ્યે કટરા પહોંચશે.
ટ્રેનની ખાસિયત
આ ટ્રેનની ડિઝાઇન અને સ્પીડ ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે તૈયાર થઈ છે. જમ્મુ અને કાશ્મીર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ઘણી લક્ઝરી સુવિધાઓ છે. શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસને ખાસ બનાવવા માટે, ટ્રેનના કોચમાં પાણીની ટાંકી, સિલિકોન હીટિંગ પેડ, હીટિંગ પ્લમ્બિંગ પાઇપલાઇન્સ લગાવવામાં આવી છે. જે કડકડતી ઠંડીમાં પાણીને ઠંડુ થતાં રોકશે. નવી વંદે ભારતના ડ્રાઇવર કેબિનમાં ટ્રિપલ એર વિન્ડ સ્ક્રીન આપવામાં આવી છે, તેના મધ્ય ભાગમાં ગરમ ફિલામેન્ટ આપવામાં આવ્યું છે જે બરફમાં પણ ખૂબ અસરકારક છે, જેના કારણે કાચ પર બરફ નહીં જામે અને તે હમેશા ગરમ રહેશે.
આ ફીચર પણ હશે
ટ્રેનના વૉશરૂમમાં ઠંડીથી રક્ષણ માટે હીટર લાગેલા હશે જેથી માઇનસ 30 ડિગ્રીમાં પણ તમે આરામદાયક મુસાફરીનો લાભ લઈ શકશો. કોચની બારીમાં પણ હીટિંગ સિસ્ટમ, કોચ ગરમ રાખવા હીટર, જમ્મુ-કાશ્મીરની ઠંડીને ધ્યાનમાં રાખીને વિશેષ કોચ, આ ઉપરાંત 360 ડિગ્રી રોટેશન વાળી સીટ, ચાર્જિંગ પોઈન્ટ, બે કોચ વચ્ચે ઓટોમેટિક દરવાજા, મનોરંજન માટે ટીવી કે મ્યુઝિક સિસ્ટમ અને સિક્યોરીટી માટે સીસીટીવી કેમેરા પણ હશે. આ ટ્રેનમાં ફ્લાઇટની જેમ બાયો-વેક્યૂમ ટોયલેટ હશે જેમાં પાણીનો વપરાશ ઓછો થાય.
કેટલું હશે ભાડું?
આ ટ્રેનની ટિકિટ વિશે ઓફિશિયલ માહિતી નથી મળી પણ એક અનુમાન મુજબ આ ટ્રેનનું ભાડું 1500-1600 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2200-2500 આસપાસ હોય શકે છે.