ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
જે.એમ.એફ.સી. કોર્ટ અમરેલી દ્વારા બે વર્ષ પહેલા પોલીસની કાયદેસરની ફરજમા રૂકાવટ તથા વ્યથાના ગુનામાં એક વર્ષથી સજા પામેલ અને સજાના કામે પોતાની ધરપકડ ટાળવા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજુલા પોલીસે ઝડપી પાડયો હતો.
- Advertisement -
મળતી વિગતો અનુસાર રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.કોલાદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડને મળેલ ચોક્કસ બાતમીના આધારે નામદાર મ્હે.એડીશનલ સીવીલ જજ અને જ્યુ મેજી ફ.ક.સા.ની કોર્ટ અમરેલીના ફોજદારી કેસ નં.920/2013 ઈંઙઈ કલમ 332,186 મુજબના ગુન્હાના કામે નામદાર સેશન કોર્ટ અમરેલી દ્વારા સજાનો હુકમ તા.11/05/2023 ના રોજ કરેલ હોય અને આરોપીનુ સજા વોરંટ ઇસ્યુ થયેલ હોય જે સજા પામેલ આરોપી છેલ્લા બે વર્ષથી સજાના કામે ધરપકડ ટાળવા નાસતો ફરતો હોય જે આરોપીને ચોક્કસ બાતમી આધારે આરોપી જીતુ મગનભાઇ સોલંકી ઉ.વ.40 ધંધો.મજુરી રહે.રાજુલાને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમા રાજુલા પીઆઇ વી.એમ.કોલાદરાના માર્ગદર્શન નીચે સર્વેલન્સ સ્કોડના અના.એ.એસ.આઇ. મધુભાઇ પોપટ, હેડ કોન્સ. હરપાલસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. હરેશભાઇ બાંભણીયા, હેડ કોન્સ. મનુભાઇ માંગાણી, પો.કોન્સ. મહેશભાઇ બારૈયા, તથા પો.કોન્સ. રવિરાજભાઇ વરૂ, હેંડ કોન્સ મુકેશભાઇ ગાજીપરા દ્રારા કરવામાં આવેલ છે.