ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ડી.જે.ના સંચાલક રાજુભાઈ દુદાભાઈ ચુડાસમા-કોળી ઉ.વ.50 જે ડી.જે મોહનભાઈ મસાણી નાઓએ તેમના દીકરાના લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ડીજે ભાડેથી રાખી મોડી રાત સુધી વગાડવાની સૂચના આપેલ જે રાત્રીના 10 વાગ્યા બાદ પોતાની માલીકીના એક ટાટા કંપનીનું 407 મોડલનો મીની ટ્રક જેના રજી.નંબર-G J -03-ડ-0348 માં ઉપરોકત ડી. જે. મ્યુઝીક સિસ્ટમના સાધનો રાખી જાહેરમાં મોટા મોટા અવાજે મ્યુઝીક સિસ્ટમ વગાડી નજીકમાં રહેતા લોકોને ત્રાસ થાય તેમજ વાતાવરણમાં ધ્વનિ પ્રદુષણ કરતા મળી આવેલ હોય મારી સદર બન્ને પોલીસે તેની વિરૂધ્ધ થી નોઈસ પોલ્યુશન( રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ ) રૂલ્સ 2000 ના નિયમ નં.5(1) તથા એન્વાયરમેન્ટ પ્રોટેકશન એકટ 1985 ની કલમ-15 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.
તેવી જ રીતે ડી.જે.ના માલીક જીજ્ઞેશભાઈ પ્રભુદાસભાઈ ડાળકી-ખારવા ઉ.વ.34 રહે વેરા વળ,વાળંદ શેરી, ગાંધી ચોક વાળાનુ ડી.જે, ત્રીકમભાઈ વણીક રહે.વેશવળ એ ડીજે ભાડેથી રાખી મોડી રાત સુધી લગ્ન પ્રસંગમા વગાડવાની સુચના આપી રાત્રીના 10 વાગ્યા બાદ ડી.જે.મ્યુઝીક સિસ્ટમના સાધનો રાખી જાહેરમા મોટા મોટા અવાજે મ્યુઝીક સિસ્ટમ વગાડી નજીકમાં રહેતા લોકોને ત્રાસ થાય તેમજ વાતાવરણમાં ધ્વનિ પ્રદુષણ કરતા મળી આવેલ હોય જેથી બન્ને વિરુદ્ધ નોઈસ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ ) ફલ્સ 2000 ના નિયમ નં.5(5) તથા એન્વાયરમેન્ટ પ્રોટેકશન એકટ 1986 ની કલમ-15 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.



