ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળા ખડસલીનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં હિંમતભાઈ ગોડા, મનોહરભાઈ ત્રિવેદી, ડો રાજેન્દ્રભાઈ ખીમાણી, અરૂણભાઇ દવે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી વાર્ષિકોત્સવને ખુલ્લો મુકવામાં આવેલ અને શાળાના વિદ્યાર્થી દ્વારા પ્રાર્થના તેમજ ગીતો રજૂ કરવામાં આવ્યા આવેલા તમામ મહેમાનો શાબ્દિક સ્વાગત કરી ડો. રાજેન્દ્રભાઈ ખીમાણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોદન આપી શિક્ષણમાં ગુજરાતી ભાષાનું મહત્વ વિશે સંપૂર્ણ પણે માહિતી આપી અને શિક્ષણ અંગે સૂચનો કરવામાં આવ્યા તેમજ દોસ્તભાઇ બ્લોચ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા પોતાના વક્તવ્ય રજૂ કર્યા અને વાલીમાંથી ઘનશ્યામદાસ ગોંડલીયા પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
- Advertisement -
ત્યારબાદ ચાર કલાકે મેદાની કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં પરેડ તેમજ અંગ કવાયતના દાવો તેમજ સિંગલ બાર ડબલ બાર સીડી મલખમ લાઠી લેજીમ જેવા મેદાની કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા એ જોઈ વાલી તેમજ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા ત્યારબાદ સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો લોકશાળા ખડસલી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.