9 જાન્યુઆરી સુધી ઉતર ભારતમાં ગાઢ ઘુમ્મસની હવામાન વિભાગની આગાહી : પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં બરફ વર્ષા અને ઉતર – પશ્ચિમ ભારતમાં મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે : ધુમ્મસથી વિઝિબીલીટી ઘટતા વિમાન સેવાને અસર થઈ
દેશના ઉતર-પશ્ચિમ ભારતમાં હાલ ઠંડીમાં રાહતનાં એંધાણ નથી હવામાન વિભાગ-9 જાન્યુઆરી સુધી ઉતર ભારતના કેટલાક ભાગોમાં ગાઢ ઘુમ્મસ છવાઈ રહેવાની સંભાવના દર્શાવી છે. જયારે 10-12 જાન્યુઆરીથી એક નવુ વેસ્ટર્ન ડીર્સ્ટબન્સનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેની અસરથી પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં હળવાથી મધ્યમ બરફ વર્ષા અને ઉતર-પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં હળવાથી મધ્યમ બરફ વર્ષા અને ઉતર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે.
- Advertisement -
શ્રીનગર સહિત કાશ્મીરના મોટાભાગમાં રવિવારે બરફ વર્ષા થઈ હતી. આ દરમ્યાન પારો સતત બીજા દિવસે શુન્યથી નીચે રહ્યો હતો. જયારે ઉતર-પશ્ચિમી રાજસ્થાન, પંજાબ, હરીયાણા, દિલ્હી, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહારના અલગ-અલગ વિસ્તારોમાં ગાઢ ઘુમ્મસ છવાયેલુ રહ્યું હતું. જેના કારણે વિઝીબીલીટી ઘટતા વિમાન મથકો પર પરિવહનને અસર થઈ હતી.
વનસ્થલીમાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું
રાજસ્થાનના કેટલાંક ભાગોમાં તાપમાનમાં વધારો થયો છે.સૌથી ઓછુ તાપમાન ટોકના વનસ્થલીમાં 6.9 ડીગ્રી સેલ્સીયસ નોંધાયુ છે. રવિવારે રાજયનાં કેટલાંક સ્થળે ગાઢ ઘુમ્મસ છવાયેલુ હતું.
ઉતરાખંડના ચાર જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ
ઉતરાખંડના 10 જિલ્લામાં આજે સોમવારે હળવા વરસાદની સંભાવના છે. જયારે ઉધમસિંહનગર જીલ્લામાં ગાઢ ઘુમ્મસ છવાયેલુ રહેશે.દહેરાદુન, હરિદ્વાર, સહિત ચાર જીલ્લામાં વરસાદની સાથે જ આકાશીય વીજળી ચમકવાને લઈને હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે. આજે રૂદ્રપ્રયાગ, ટિહરી, ચમોલીમાં વરસાદની સંભાવના છે.