વકફ બોર્ડના હુકમ આધારે નોટિસ કે પોલીસ પ્રોટેક્શન વિના મિલકત ખાલી કરાવી હતી
એ ડિવિઝન પોલીસ ત્રણેય વેપારીને દુકાનનો કબજો પરત અપાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરમાં દાણાપીઠમાં વર્ષો જૂના ભાડાની દુકાનો ખાલી કરાવાના બનાવમાં એ.ડિવિઝન પોલીસે મંડપ સર્વિસના ધંધાર્થીની ફરિયાદ પરથી મસ્જિદના ટ્રસ્ટી સહિત 9 શખ્સ સામે ગુનો નોંધી 8 શખ્સની ધરપકડ કરી વધુ એકની શોધખોળ કરી છે તેમજ પોલીસે ત્રણેય વેપારીને દુકાનનો કબજો પરત અપાવી સામાન મુકાવ્યો હતો.
શહેરની કિરણ સોસાયટીમાં રહેતા અને દાણાપીઠ મેઇન રોડ પર નવાબ મસ્જિદની બાજુમાં મંડપ સર્વિસ ચલાવતા વિરેન્દ્રભાઇ કલ્યાણભાઇ કોટેચા ગત તા.31ના મંગળવારે તેની દુકાન સામે ભત્રીજાની દુકાન પાસે હતા ત્યારે કેટલાક શખ્સોએ મારી દુકાન તથા પાડોશી હસમુખભાઇની દુકાનના તાળાં પોડી સામાન બહાર ફેંકતા હોય આથી વિરેન્દ્રભાઇ ત્યાં ગયા હતા અને મારો સામાન શું કામ બહાર મૂકો છો જેથી સામાવાળાએ હું ફારૂક મુસાણી છું અને નવાબ મસ્જિદનો ટ્રસ્ટી છું.
વકફ બોર્ડે તમારી દુકાન જૂના ભાડાથી આપી છે તેને ખાલી કરવાનો હુકમ કર્યો છે. જેથી પાડોશીની દુકાન બંધ હોય તેને ફોન કરી બોલાવ્યા હતા અને તેની પાસે જતા મુસાણીએ કહ્યું કે, તાળાં ખોલી તમારો સામાન બહાર કાઢી લેજો જેથી તેને ગેરેજનો સામાન બહાર કાઢી લીધો હતો દરમિયાન વેપારીએ કહ્યું કે, આમ ઓચિંતા સીધા જ આ રીતે દુકાન કેમ ખાલી કરાવો છો? જેથી તેને તાત્કાલિક અમને દુકાનનો કબજો સોંપી દો કહી એક કાગળ બતાવ્યો હતો અને મને વચાવ્યો હતો.
- Advertisement -
બાદમાં ફોન કર જાણ કરતાં એ.ડિવિઝન પીઆઇ બારોટ સહિતે ફરિયાદ પરથી 9 સામે ગુનો નોંધી ટ્રસ્ટી ફારૂકભાઇ ઇબ્રાહીમભાઇ મુસાણી, જાકીરભાઇ હબીબભાઇ મુસાણી, ગફારભાઇ સતારભાઇ અલાણી, ઇરફાનભાઇ અબ્દુલભાઇ સોલંકી, ફરીદભાઇ તૈયબભાઇ શિકાર, યુનુસભાઇ હાજીભાઇ મુસાણી, અમીનભાઇ મહેમૂદભાઇ ચૌહાણ, ઇકબાલભાઇ કમાલભાઇ સેતાની ધરપકડ કરી હતી અને વધુ સરફરાજ મહમદભાઇ શેખને પકડી લેવા કાર્યવાહી કરી છે.