ડ્રોન સર્વેલન્સથી લઈ કડક સુરક્ષા વ્યવસ્થા: સાધુઓના વેશમાં પોલીસકર્મીઓ પણ તહેનાત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કેટલાંક આતંકવાદી સંગઠનોએ પ્રયાગરાજ મહાકુંભ-2025ને નિશાન બનાવવાનું ષડ્યંત્ર રચ્યું છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અને લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (LIU) એ યુપીના ગૃહ વિભાગને એક ગોપનીય રિપોર્ટ મોકલ્યો છે. ગયા અઠવાડિયે મોકલવામાં આવેલા આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાની અને પાકિસ્તાની આતંકવાદીઓ મહાકુંભને પ્રોક્સી દ્વારા નિશાન બનાવી શકે છે. તેણે પોતાના સ્લીપર સેલને સક્રિય કરવાનું કામ પણ શરૂ કરી દીધું છે. મીડિયાને નક્કર સૂત્રોમાંથી આ માહિતી મળી છે. સ્ટેટ LIU રિપોર્ટમાં દાવો કર્યો છે કે આતંકવાદીઓ સાધુ, પૂજારી, અઘોરી અને ભગવા વસ્ત્રો પહેરીને મેળામાં પ્રવેશી શકે છે. ઈંઇના રિપોર્ટમાં પણ આવા જ કેટલાક ઈનપુટ આપવામાં આવ્યા છે.
- Advertisement -
આ જ કારણ છે કે મહાકુંભમાં સાધુઓના વેશમાં ગુપ્ત પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ મેળા વિસ્તારમાં દરેક ગતિવિધિ પર નજર રાખી શકે. તેમને કુંભ મેળામાં ભીડભાડવાળી જગ્યાઓ પર, અખાડાના પંડાલોમાં અને સંગમના કિનારે તહેનાત કરવામાં આવશે.
ATSથી લઈ NIA સુધીની એજન્સીઓ સક્રિય
આ અહેવાલને ગંભીરતાથી લઈને રાજ્યના ગૃહ વિભાગે તેની તમામ પાંખો સક્રિય કરી દીધી છે. કુંભ મેળામાં ATS, IB, STF, LIU, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને NIAની ટીમ કામ કરી રહી છે. આ એલર્ટ બાદ મેળા વિસ્તારમાં પ્રવેશતા લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે. દરેક એન્ટ્રી પોઈન્ટ પર પોલીસકર્મીઓ રજિસ્ટર લઈને ઊભા છે. કારથી મેળામાં આવનારાઓનાં નામ, સરનામાં અને મોબાઈલ ફોનની નોંધ કરવામાં આવી રહી છે. તેમને આધાર કાર્ડ સાથે મેચ કરવામાં આવી રહ્યા છે. જે વાહનો શંકાસ્પદ છે તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વાહનો અને લોકોના ફોટોગ્રાફ લેવામાં આવી રહ્યા છે અને પોલીસ પાસે ઉપલબ્ધ ડેટાબેઝ સાથે મેચ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત IB આધારિત સીસીટીવી કેમેરા, ડ્રોન અને એન્ટિ ડ્રોન સિસ્ટમથી મેળાની સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. આ રિપોર્ટ બાદ પોલીસ વિભાગ અને સાયબર સેલે 6 હજારથી વધુ સોશિયલ મીડિયા પ્રોફાઇલ સર્ચ કરી છે. સર્વેલન્સ અને કોલ ઈન્ટરસેપ્શન દ્વારા ઘણા શકમંદો પર 24 કલાક નજર રાખવામાં આવે છે.
- Advertisement -
આ તપાસ દરમિયાન રાજ્યના ગુપ્તચર વિભાગને એક શંકાસ્પદ સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે માહિતી મળી હતી. આતંકનો ‘સિક્રેટ કોડ’ તેમાં નોંધાયેલો છે. મીડિયાને મળેલા અહેવાલ પર મહાકુંભની સુરક્ષામાં લાગેલી ગુપ્તચર સંસ્થાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ’કુંભ આતંકવાદીઓના નિશાના પર છે. ગયા અઠવાડિયે જ રાજ્યના ગૃહ વિભાગને આ માહિતી આપવામાં આવી હતી. ત્યાંથી આ માહિતી કેન્દ્રીય એજન્સીઓ સાથે શેર કરવામાં આવે છે.’ રાજ્ય પોલીસ હેડક્વાર્ટર તરફથી જારી કરાયેલ ગોપનીય અહેવાલ પ્રયાગરાજના પોલીસ કમિશનર, પોલીસ માહિતી મહાનિર્દેશક, પોલીસ કાયદો અને વ્યવસ્થાના વધારાના મહાનિર્દેશક, પોલીસ સુરક્ષાના વધારાના મહાનિર્દેશક, પોલીસ અઝજ ઉત્તર પ્રદેશ અને કુંભ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને પણ મોકલવામાં આવ્યો છે. જે બાદ આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.