સામાન્ય ઘરની સામાન્ય યુવતીને રીઢા ગુનેગારની જેમ ટ્રીટ કરાઈ
હાઈકોર્ટ સુઓમોટો દાખલ કરે તેવી લોકોની માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલી જિલ્લામાં ભાજપ આગેવાનોનાં બનાવટી લેટર કાંડમાં ભાજપના જ બે જુથનો ડખ્ખો બહાર આવ્યો છે. આ લેટર કાંડમાં ફરિયાદ આધારે પોલીસ આરોપી તરીકે પાટીદાર યુવતીની ધરપકડ કરી રિમાન્ડ મેળવતા અને રીક્ધટ્રકશન કરાવવાના મુદ્દે હવે પાટીદાર સમાજનાં આગેવાનો દિકરી (યુવતી)ને બચાવવા મેદાનમાં ઉતરતા સરકાર પણ ભીંસમાં આવી ગઇ છે. અમરેલી પોલીસનાં આ કાયદા વિરૂદ્ધનાં અને માનવાધિકારની હત્યા સમાન કૃત્યથી આખા ગુજરાતમાં ખોટો મેસેજ ગયો છે. પોલીસની છાપ વધુ ખરડાઈ છે અને સરકારે પણ નીચાજોણું થયું છે. રાજ્યમાં પોલીસ અધિકારીઓ બેફામ અને બેકાબૂ બન્યા હોવાનું સામાન્યજન અનુભવ કરી રહ્યો છે ત્યારે ડેમેજ ક્ધટ્રોલ માટે હવે મોટા પાયે કવાયત શરૂ થઈ છે. પટેલ સમાજના આગેવાનોની મળેલી બેઠકમાં યુવતી સામે ફરિયાદ પરત ખેંચવા અને જેલમુકત કરાવવા પ્રયાસો થયા હતા. છતાં ગુરૂવારની રાત યુવતીને જેલમાં જ વિતાવવી પડી હતી. આજે સોગંદનામા આધારે જામીન અરજી પર સુનાવણી થશે.
અમરેલીનાં બહુચર્ચિત લેટરકાંડનાં આરોપી મહિલાની તરફેણ કરતું એક સોગંદનામુ ફરિયાદી અને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મહિલાને જામીન મુકત થવાનો માર્ગ મોકળો થયો છે.
જો કે સમગ્ર કેસની સુનાવણી શનિવારે નકકી કરાયેલ છે. દરમિયાનમાં આજે શુક્રવારે પ્રિન્સીપાલ સેશન્સ કોર્ટમાં રાબેતા મુજબની જામીન અરજીની સુનાવણી હોય શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. ગુરૂવારની રાત્રિ યુવતીને જેલમાં વિતાવવી પડી હતી. આજે સુનાવણી બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. અમરેલી ખાતે બેઠકમાં ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, અમરેલીના સાંસદ ભરતભાઇ સુતરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું કે, પત્રકાંડમાં એક દીકરી સામેલ હોવાને કારણે આ સ્થિતિ છેલ્લા બે દિવસથી ઊભી થઈ છે. પરંતુ 5 દિવસ પહેલા પણ આ દીકરીને જામીન મળે તે માટે કૌશિકભાઇએ સંમતિ આપી દીધી હતી જ પરંતુ કોઇ પણ ગેરસમજણને કારણે આ ના બની શક્યું.
- Advertisement -
કસવાળાએ વધુમાં જણાવ્યું હતું કે આ દીકરીને કેમ જેલમાંથી વ્હેલી બહાર કાઢી શકાય તે માટે કૌશિકભાઈ વેકરીયા સહિતના નેતાઓએ ચર્ચાઓ કરી છે. અને તેમાં કૌશિકભાઇએ મોટું મન રાખીને એક જ સેકંડમાં હા પાડી અને તમામ સહકાર આપવાનું જણાવાયું છે. ફરિયાદી પક્ષે પણ આ દીકરી પુરતી ફરિયાદ પરત ખેંચવાના આધારે દીકરીને ઝડપથી બહાર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને આજના દિવસમાં દીકરીને બહાર લાવવાના પ્રયત્નો સફળ થશે ને વિવાદનો અંત આવશે તેમ મહેશ કસવાળાએ જણાવાયું હતું. જો કે, કસવાળાનાં નિવેદનો અને તેમની કરણી વચ્ચે ભારે અંતર હોવાનું અમરેલીમાં ચર્ચાઈ રહ્યું છે. અગાઉ પણ તેમણે યુવતીનાં પરિવારજનોને મળ્યા હોવાનાં ગપ્પાં માર્યા હતાં.
અમરેલી પોલીસની મનમાનીને કારણે ગુજરાતભરમાં ભભૂક્યો ભયંકર રોષ
યુવતી સાથે અપમાનજનક વ્યવહાર એ માનવાધિકારનું ઉલ્લંઘન: રાજકોટનાં વિખ્યાત ધારાશાસ્ત્રી ભગિરથસિંહ ડોડિયા
SP, PI સહિતનાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ થઈ શકે, તેઓ સસ્પેન્ડ પણ થઈ શકે: એડવોકેટ
રાજકોટના સુવિખ્યાત ધારાશાસ્ત્રી ભગિરથસિંહ ડોડિયાએ ‘ખાસ-ખબર’ સાથેની વાતચીતમાં અમરેલીની ઘટના અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, આ કૃત્ય સંદર્ભે જિલ્લા પોલીસ વડા અને પી.આઈ. સહિત તમામ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવાવા જોઈએ.
ભગિરથસિંહે બહુ મહત્ત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ટાઈપિસ્ટ યુવતી કોઈ હિસ્ટરીશીટર ગુનેગાર નથી, એ ક્યાંય ભાગી જવાની નહોતી. છતાં અર્ધી રાત્રે તેને ઉઠાવવાનું કારણ શું? કાયદા મુજબ કોઈ મહિલાની ધરપકડ સૂર્યાસ્તથી સૂર્યોદયનાં સમયગાળામાં થઈ શકતી નથી, સિવાય કે કોઈ અત્યંત-અત્યંત ઈમરજન્સી સ્થિતિ હોય. આ મામલામાં એવું કશું નહોતું. બીજું કે, રિક્ધસ્ટ્રકશન અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરી રહ્યાંની પોલીસની વાત તદ્દન બાલીશ છે. આવાં પેપર્સ કાગળનાં એક ટુકડાંથી વિશેષ કશું નથી. યુવતીએ ઑફિસમાં કમ્પ્યુટર પર પત્ર ટાઈપ કર્યો છે તો તેને ભરબજારમાં ચલાવવાની શી જરૂર હતી?
ખ્યાતનામ ધારાશાસ્ત્રી ભગિરથસિંહ ડોડિયાએ પોતાની વાતચીતમાં કેટલાંક ધારદાર મુદ્દા ઉઠાવ્યા હતાં. તેમણે સવાલ કર્યો હતો કે, આ યુવતીની જે બદનામી થઈ- તેનાં માટેની જવાબદારી કોણ લેશે? તેનાં અને તેનાં સંબંધીઓનાં વેવિશાળ વખતે કેવી તકલીફ પડશે એની કલ્પના પણ મુશ્કેલ છે. તેમણે સુપ્રીમ કોર્ટનાં જોગિન્દરકુમાર મામલાનાં જજમેન્ટને ટાંકતા યુવતીને ક્ધટેમ્પ્ટ પીટિશન કરવા સલાહ આપી છે.
ધારાસભ્ય અને પોલીસ સામે પગલાં લેવા રાજ્યપાલને આવેદન અપાયું
અમરેલી જિલ્લાના ભા.જ.5.ના બે જુથના આંતરિક વિખવાદો અને સાંખમારીને લઈને વર્તમાન ધારાસભ્ય અને નાયબ દંડક કૌશીકભાઈ વેકરીયા વિરૂદ્ધ ટાઈપ કરાવેલ પત્ર વાઈરલ થયો હતો. આ પત્રને સામાન્ય નોકરી કરનાર દિકરીના ઓફિસ માલીક દ્વારા પત્ર ટાઈપ કરાવતા આ ટાઈપીસ્ટ દિકરીને જાણે ગંભીર ગુનેગાર હોય કોઈ આંતકવાદી કૃત્ય કરેલ હોય તેમ કાયદાનો અમલ કરનાર પોલીસ તંત્ર દ્વારા કાયદા વિરૂધ્ધ રાત્રીના સમયે જાહેર સરઘસ કાઢવું તે પણ એક ગુન્હા સમાન છે. સમગ્ર મામલે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉપલેટા ઈન્ડીયા ગઠ બંધનના આગેવાનોમાંથી કોંગ્રેસ પાર્ટીના તાલુકા પ્રમુખ સહિતના આગેવાનો કાર્યકતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ આવેદનપત્ર રાજ્યપાલને સુપરત કરવામાં આવ્યું હતું.
યુવતીની ભરબજારે આબરૂ કાઢી છતાં સામાજિક શ્રેષ્ઠીઓનું મૌન કેમ: ધાનાણી
અમરેલી સહિત રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર લેટરકાંડ અને બાદમાં થયેલ નિર્દોષ પાટીદાર દીકરીની અટકાયતને લઈને રાજયનાં લાખો વ્યકિતઓ વિરોધ દર્શાવી રહ્યા છે તેવા સમયે અમરેલીનાં પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ પણ આકરી પ્રતિક્રિયા સોશ્યલ મીડિયામાં વ્યકત કરી છે. તેઓએ સોશ્યલ મીડિયાનાં માઘ્યમથી વેધક સવાલ કરતાં જણાવ્યું કે, લાજ લેનારા સામે લડીશું, કૌરવકુળનાં અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં, એક કુંવારી ક્ધયાનો જાહેરમાં વરઘોડો કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ કયારેય માફ નહી કરે. વધુમાં જણાવેલ છે કે, કાયદાની રખેવાળ કોર્ટમાં જામીન તો જડી જાશે પણ એક અબળાની ભરબજારે લૂંટાયેલી આબરૂનું શું થાશે?