નવા વર્ષની પ્રથમ રાત્રે પોલીસને પડકાર ફેંકતો કિસ્સો આવ્યો પ્રકાશમાં
દુષ્કર્મનો ઇરાદો પાર નહીં પડતાં રોકડની લૂંટ ચલાવી: બે સગા ભાઈ સહિત ચાર હિસ્ટ્રીશીટરની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં નવા વર્ષની ઉજવણી માટે ગયેલ યુવક-યુવતીને મધરાત્રે લુખ્ખાઓનો સામનો કરવાની નોબત આવી હતી નશામાં ધૂત ચાર શખ્સોએ બદઈરાદે કાર આંતરી ધમકી આપી પૈસાની લૂંટ ચલાવી હતી બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ લૂટં, ખંડણી, ધમકી, છેડતી, અપહરણ સહિતનો ગુનો નોંધી બે સગા ભાઈ સહિત ચાર હિસ્ટ્રીશીટર આરોપીને દબોચી લીધા હતા.
શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી વખતે જ રાજકોટના અવધ રોડ ઉપર યુવક તેની સ્ત્રી મિત્ર સાથે ટીજીબી તરફ થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં ગયો હતો પાર્ટી પૂર્ણ થયા બાદ યુવક યુવતિ ઘરે જવા કાર લઈને નીકળ્યા હતા ત્યારે અવધ રોડ નજીક તેની કારને અન્ય કારમાં આવેલા ચાર શખસોએ આંતરી પોલીસ તરીકે ઓળખ આપી હતી અને તેની જ કારમાં યુવક-યુવતિનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ યુવકને નીચે ઉતરી જવાનું કહી મારકુટ કરી હતી જો કે યુવાન નીચે ન ઉતરતા નશાખોર શખસોનો ઈરાદો બર આવ્યો ન હતો તેમ છતાં યુવકને બળજબરીથી નીચે ઉતારી ફડાકા ઝીકિ દીધા હતા જ્યારે એક શખ્સ કારમાં ડ્રાયવીંગ સીટ ઉપર જ બેઠો રહ્યો હતો અને સાથે રહેલી વાગદતા સાથે તેણે શારીરિક અડપલાં કર્યા હતા અને બીભત્સ વાતો કરી હતી દરમ્યાન યુવકે આધાર કાર્ડ માટે પરિવારજનોને ફોન કરતા પરિવારજનોને શંકા ઉપજવતા લોકેશન આધારે પરિવારજનો ઘટના સ્થળે પહોંચતા ચારેય લુખ્ખાઓ રોકડ પડાવી લઈ નાશી છુટયા હતા યુવતી સાથે બદકામ કરવાનો ઇરાદો હતો પરંતુ ચારેય સફળ ન થતા રૂ.1700ની લૂંટ લચાવી નાશી છુટયા હતા બનાવ અંગેની પરિવારજનોએ પોલીસને જાણ કરતાં યુનિ.પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને ગુનો નોંધી આવા હિન કૃત્યને અંજામ આપનાર ચાર હિસ્ટ્રીશીટર વિપુલ લાભુભાઈ મેતા, અલ્પેશ ઉર્ફે અપ્પુ નરેશભાઇ મકવાણા, પરિમલ ત્રિભોવનભાઈ સોલંકી અને વિજય ઉર્ફે કાળિયો ત્રિભોવનભાઈ સોલંકીની ધરપકડ કરી છે વિપુલ હત્યા સહિત ત્રણ ગુનામાં, અલ્પેશ ચોરી, પાસા સહિત દસ ગુનામાં, પરિમલ દારૂ, દુષ્કર્મ સહિત સાત ગુનામાં અને વિજય ચોરી સહિત સાત ગુનામાં પકડાઈ ચૂક્યો છે. રોડ દારૂ તો ઠીક ગાંજો-ચરસ-એમડી તમામ પ્રકારના નશા કરવા માટે સેફ ગણાય છે કારણકે અહીં પોલીસ પણ પેટ્રોલિંગ કરવા આવતી ન હોય જેથી નશેડીઓ નિરાતે નશાની મોજ માણતા હોય છે પકડાયેલ ચારેય શખ્સો અવધ રોડ ઉપર જ પડ્યા પાથર્યા રહેતા હોવાનું અને ગાંજા-ચરસનો નશો કરતા હોવાનું અને ગત રાત્રે પણ નશામાં જ કૃત્ય આચર્યુ હોવાનુ જાણવા મળ્યું છે.



