પંખા, લાઈટ અને ડિશ કેબલ જ કપાયેલા જોવા મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
ગુજરાત સરકાર દ્વારા રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે સાથે જ કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારના બાળકો પણ અભ્યાસક્રમો આગળ વધે તે માટે રણમાં જ બાળકો માટે અભ્યાસની પૂરતી વ્યવસ્થા અર્થે લાખોના ખર્ચે રણશાળા ઉભી કરાઈ હતી આ રણશાળા બસમાં સ્કૂલ જેવી શિક્ષણની પૂરતી વ્યવસ્થા કરી બાળકોને બસમાં જ અભ્યાસ પૂરો પાડે છે પરંતુ હાલ કચ્છના નાના રણમાં બાળકોને અભ્યાસ માટે મૂકેલી રણશાળા શોભાના ગાઠિયા સનમ હોય તેવું સાબિત થયું છે કારણ કે રણમાં રણશાળા તો છે પરંતુ જે પ્રકારે શિક્ષણ વિભાગ બાળકોને શિક્ષણ માટે તકલીફ ન પડે તે માટે કરેલી પંખા લાઈટ અને સોલર જેવી વ્યવસ્થા હાલ નજરે પડી રહી નથી. આ રણશાળામાં પંખા અને લાઈટન વાયરોમાંથી કનેકશન કાપી નાખ્યા છે જેથી પંખા કે લાઇટ શરૂ થઈ શકે નહીં જોકે હાલ તો શિયાળાની સિઝન ચાલે છે જેથી પંખાની જરૂર પડતી નથી પરંતુ બપોરના સમયે સામાન્ય શહેર અથવા ગ્રામ્ય વિસ્તારથી વધુ તાપમાન રણમાં હોવાના લીધે રણશાળા ઝડપથી લફળિ થઈ જાય છે જેથી ખરા શિયાળે બપોરના સમયે અભ્યાસ કરતા બાળકો બસમાં રહી શકતા નથી ત્યારે અગરિયાના બાળકોને શિક્ષણ આપવાની મોટી મોટી વાતો કરતા શિક્ષણ વિભાગની વધુ એક પોલ ખોલતો કિસ્સો અહીં સામે આવ્યો છે જ્યારે રણશાળને તમામ સુવિધાથી સજ્જ બનાવવા માટે પણ રજૂઆત કરાઈ છે.