નવા રિંગ રોડ પર જન્મદિવસની ઉજવણી કરનાર શખ્સની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સોશિયલ મીડિયાના જમાનામાં યુવાનોમાં રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ ખુબ જ વધી ગયો છે યુવાનોની રિલસ બનાવવા પાછળની આ ઘેલછા લોકઅપ સુધી પહોંચાડી રહી છે રાજકોટના 21 વર્ષીય યુવાને 21માં જન્મદિવસે નવા રિંગ રોડ ઉપર રસ્તા પર જ્વલંતશીલ પ્રવાહીથી 21 નંબર બનાવી તેના ઉપર આગ ચાંપી દીધી હતી વાયરલ વીડિયો આધારે યુનિવર્સિટી પોલીસે યુવકની ઓળખ મેળવી ગુનો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા પામ્યો હતો. જેમાં શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર ગઈકાલે 24/12/2024ના રોજ રાત્રિના સમયે એક યુવાન બુલેટ લઈને આવે છે પછી પોતે બુલેટને પાર્ક કરી તેના પર બેસી જાય છે. જેની આગળ નીચે કોઈ જ્વલંત પદાર્થ રસ્તા પર છાંટી 21 નંબર લખવામાં આવ્યો હતો. જેના પર દીવાસળી મુકતા રસ્તા પર આગ લાગી હતી અને 21 નંબર ભૂંસાય ગયો હતો. ગઈકાલે આ યુવાન પોતાના જન્મ દિવસના 21 વર્ષ પૂર્ણ કરત પોતે આ મુજબ રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી. જેના આધારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને ટેક્નિકલ સોર્સીસના આધારે વાઇરલ વીડિયો અંગે માહિતી મેળવતા આ વીડિયોમાં દેખાતો યુવાન શિવપરામાં રહેતા જીત રવિભાઈ રાઠોડ હોવાનું સામે આવતા લોકેશન મેળવી તેની અટકાયત કરી ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.