કયુઆર કોડ સ્કેન કરાવીને બેંક ખાતા ખાલી કરી લેવાની મોડસ ઓપરેન્ડી
ડિજિટલ અરેસ્ટના વધતાં જતાં કિસ્સાઓ વચ્ચે, સાયબર સ્કેમર્સ તમારાં બેંક એકાઉન્ટને ખાલી કરવા માટે એક નવી રીત લઈને આવ્યાં છે. ખરેખર, સાયબર સ્કેમર્સ તમને છેતરપિંડીનો શિકાર બનાવવા માટે મોટી કુરિયર કંપનીઓનાં નામની મદદ લઈ રહ્યાં છે.
તેથી, જો તમને તમારાં વોટ્સએપ અથવા ઇમેઇલ પર કુરિયર કંપનીનાં નામે કોઈ સંદેશ મળ્યો છે, તો સાવચેત રહો.છેતરપિંડીનો શિકાર બનાવવા માટે, સાયબર સ્કેમર્સ લોકોને આવા સંદેશા મોકલી રહ્યાં છે કે તમારું કુરિયર મિસ થઈ ગયું છે અને તે ડિલિવર નથી થયું. તેને પુન:પ્રાપ્ત કરવા માટે ક્યુઆર કોડ સ્કેન કરો. આવી સ્થિતિમાં, જો તમે સાવચેત નહીં રહો, તો તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે.
- Advertisement -
સાયબર સ્કેમર્સ હવે મોબાઈલ પર મેસેજ મોકલી રહ્યાં છે, જેમાં લખ્યું હોય છે કે માફ કરશો તમારું કુરિયર મિસ થઈ ગયું છે. આ પછી એવું પણ લખવામાં આવ્યું છે કે કુરિયર કંપનીએ તમારો સંપર્ક કર્યો હતો, પરંતુ તમારાં ઘર કે ઓફિસમાંથી કોઈએ દરવાજો ખોલ્યો ન હતો કે કોઈએ કુરિયર ઉપાડ્યું ન હતું. આ કુરિયરને ફરીથી પ્રાપ્ત કરવા માટે, તમારે આ પગલાંઓનું પાલન કરવું પડશે, આ સંદેશમાં એક ક્યુઆર કોડ પણ આપેલો હોય છે, જેને સ્કેન કરવા માટે કહેવામાં આવે છે.
ક્યુઆર કોડ સ્કેન કર્યા પછી શું થાય છે ?
તમે ક્યુઆર કોડ સ્કેન કરતાની સાથે જ તમે કંપનીની નકલી સાઈટ પર પહોંચી જાઓ છો. આ પછી તમારી પાસે સામાનની ડિલિવરી માટે કેટલીક અંગત માહિતી માંગવામાં આવે છે. આમાં, કુરિયરને ફરીથી શેડ્યૂલ કરવા માટે પૈસા ચૂકવવાનું કહેવામાં આવે છે. આ સિવાય સાયબર સ્કેમર્સ પણ લોકોને મેસેજ મોકલીને લિંક પર ક્લિક કરવાનું કહે છે.
- Advertisement -