31 લાખથી વધુનો વિદેશી દારૂ અને વાહન સહિત કુલ 66 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સૌરાષ્ટ્રમા થર્ટિફસ્ટની ઉજવણી દરમિયાન દારૂની રેલમછેલ થાય તે પૂર્વે જ ગાંધીનગર એસ.એમ.સી દ્વારા દારૂના કટિંગ પર દરોડો કર્યો હતો જેમાં 31 લાખનો વિદેશી દારૂ અને વાહન સહિત કુલ 66 લાખનો મુદામાલ સાથે ઝડપાયેલ એક શખ્સ સહિત કુલ 12 ઈસમો વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર એસ.એમ.સી ટીમના સ્ટાફ ચોટીલા તાલુકાના નાવા ગામની સીમમાં કમલેશ ભીમજીભાઈ ઢોલા રહે: રાજકોટ વાળાના ફાર્મ હાઉસમાં ચાલતા વિદેશી દારૂના કટીંગની બાતમીના આધારે દરોડો કર્યો હતો જે દરોડાના દારૂના કટિંગ સમયે જ એસ.એમ.સી ટીમ ત્રાટકી 5433 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત 31,02,243/- રૂપિયાનો જપ્ત કરાયો હતો આ સાથે એક જીજે 12 બી ટી 9829 નંબરનું ટેન્કર, મહિન્દ્રા પીકઅપ જીજે 13 એક્સ 6028 તથા એક અશોક લેલન એમ ત્રણેય વાહનોની કિંમતી 35,00,000/- રૂપિયાન જપ્ત કરી દરોડા દરમિયાન ઝડપાયેલ વિજયભાઈ મંગાભાઈ ચૌહાણ રહે: નાવા ગામ, ચોટીલા વાળાને ઝડપી લઈ તેની પાસેથી રોકડ 7000/- રૂપિયા સહિત કુલ કિંમત 66,09,243 /- રૂપિયાનો મુદામાલ ઝડપી લઇ નાશી ગયેલ રાજુભાઈ શિવાભાઈ પારલીયા રહે: ગુંદા, ચતુરભાઈ શિવાભાઈ પરાલીયા રહે: ગુંદા, રાહુલ બાબરીયા ઉર્ફે ઢબું રહે: રાજકોટ, મુકેશ ઉર્ફે મૂકો હકાભાઈ કોળી રહે: નાવા, ટેન્કર ચાલક, મહિન્દ્રા પીકઆપનો ચાલક, અશોક લેલેન્ડનો ચાલક, અજાણ્યા પીકઅપ વાહનનો ચાલક, દારૂના કટીંગ સમયે નાશી જનાર ઇશમ, દારૂનો જથ્થો પૂરો પાડનાર શખ્સ તથા દારૂ મંગાવનાર શખ્સ સહિત કુલ 12 ઈસમો વિરુધ ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
આ તરફ એસ.એમ.સી દ્વારા દારૂના કટીંગ પર દરોડા બાદ સ્થાનિક પોલીસ પણ સફાળી જાગી હતી અને એસ.એમ.સી ટીમના હાથમાંથી છટકી ગયેલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી જેમાં સ્થાનિક પોલીસના સ્ટાફે નાવા ગામના બહાર ક્રોઝવે પાસેથી એક શંકાસ્પદ સ્કોર્પિયો કાર જીજે 13 એ આર 0050 વાળીન ચાલક સુરેશ જીવણભાઈ મકવાણા રહે: પાળીયાદ વાળાને ઝડપી લઇ ત્યાંથી થોડે દૂર એક બોલેરો કાર જીજે 03 બી ઝેડ 6907 વાળી માંથી 1128 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત 644088/- રૂપિયાની જપ્ત કરી ઝપાયેલ શખ્સ પાસેથી એક મોબાઇલ કિંમત 2500/- રૂપિયાનો તથા એક સ્કોર્પિયો કાર કિંમત પાચ લાખ અને બોલેરો કાર કિંમત બે લાખ રૂપિયા સહિત 13,46,588/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી રાજુભાઈ શિવાભાઈ પરાલીયા, ચતુર શિવાભાઈ પરાલીયા, મુકેશ ઉર્ફે મૂકો હકાભાઈ કોળી, વિજય મંગાભાઈ ચૌહાણ તથા રાહુલ બાબરીયા ઉર્ફે હકો વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ભાજપ આગેવાન પિતાની કૂટણખાના ચલાવવા સબબ અટકાયત તો પુત્ર દારૂના ધંધાનો માસ્ટર માઈન્ડ
ચોટીલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્યના પતિ જીવણભાઈ મકવાણાની ગત વર્ષ 2023માં કૂટણખાના ચલાવવા સબબ હાલમાં જ અટકાયત કરાઈ હતી જેઓના પુત્ર સુરેશભાઈ મકવાણા દારૂના કટીંગ કરતા હોવાનો ગુન્હો નોંધાયો છે. જ્યારે એસ.એમ.સી દ્વારા દારૂ કટીંગના દરોડામાં ચતુર પરાલીયા તાલુકા પંચાયતના સદસ્ય છે.
- Advertisement -
આરોપી અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકયા છે
ચોટીલા તાલુકા પંચાયતના સભ્ય ચતુર પરાલીયા અને રાજુ પરાલીયા બંને વિરૂદ્ધ દારૂ કટીંગ કરવાનો ગુન્હો નોંધાયો છે જેમાં તા.પંચાયત સદસ્ય ચતુર પરાલીયા વિરૂદ્ધ અગાઉ પ્રોગોબિશનના બે અને જુગારધારાના ગુન્હા નોંધાઇ ચૂક્યા છે.