ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ઝાલાવાડની આગવી ઓળખ યથાવત રાખવા માટે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા “જોરદાર ઝાલાવાડ સમૃધ્ધ ઝાલાવાડ” ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની મોટાભાગની સ્કૂલના વિધાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો આ ક્વિઝ કોન્ટેસ્ટમાં ઝાલાવાડ પંથકને લગતા સવાલો વિધાર્થીઓને પૂછવામાં આવ્યા હતા જેમાં ધ્રાંગધ્રા તપોવન વિધાલયમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતા કવૈયા હરેશ દ્વિતીય ક્રમે વિજયતા થયા હતા. તાલુકા કક્ષાના આ ક્વિઝ કોન્ટેસ્ટ બાદ હવે પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર વિધાર્થીઓને હવે જિલ્લા કક્ષામાં પણ ક્વિઝ કોન્ટેસ્ટમાં ભાગ લેવાનો મોકો મળશે આ ક્વિઝ કોન્ટેસ્ટનું હેતુ ઝાલાવાડના ઇતિહાસ, ઝાલાવાડના કૃષિ ઉધોગ, ઝાલાવાડના સુપ્રસિધ્ધ સ્થાનો, ઝાલાવાડની કલા સાહિત્ય તથા પર્યટક સ્થળોને વધુ પ્રસિદ્ધ બનાવવા માટેનો હતો. જ્યારે આગામી સમયમાં જિલ્લા કક્ષાએ યોજાનાર કોન્ટેસ્ટમાં પ્રથમ વિજેતા 5100 રૂપિયા તથા દ્વિતીય 4100 રૂપિયા તથા તૃતીય વિજેતા 3100 રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે. ક્વિઝ કોન્ટેસ્ટમાં દ્વિતીય ક્રમે આવનાર વિધાર્થી કવૈયાં હરેશને તપોવન સ્કૂલના સંચાલક વિપુલભાઈ દલસાણીયા, પંકજભાઈ લોરિયા તથા શિક્ષક ગણો દ્વારા શુભેચ્છા પાઠવામાં આવી હતી.