મોદીએ કહ્યું- કૉંગ્રેસ હવે નાટક કરી રહી છે, નેહરૂએ તેમના વિરુદ્ધ પ્રચાર કર્યો, ભારત રત્ન પણ ન આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમિત શાહની સંસદમાં આંબેડકર પર ટિપ્પણીને લઈને કોંગ્રેસે કહ્યું કે શાહે આંબેડકરનું અપમાન કર્યું. કોંગ્રેસ સાંસદ કુમારી શૈલજાએ કહ્યું કે જો સંવિધાન ગ્રંથ છે તો આંબેડકર ભગવાન છે. કોંગ્રેસે શાહના રાજીનામાની માગ કરી છે.
આ નિવેદનો પછી આજે એટલે કે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને જવાબ આપ્યો. મોદીએ ડ પર 5 પોસ્ટ કરી છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ હવે આંબેડકર પર નાટક કરી રહી છે. પંડિત નેહરૂએ ચૂંટણીમાં આંબેડકર વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. તેમણે ભારત રત્ન આપવાની કોંગ્રેસે ના પાડી હતી. જઈ-જઝ પર સૌથી વધારે નરસંહાર કોંગ્રેસના શાસનકાળમાં થયા છે.જોકે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં સંવિધાન પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, અત્યારે એક ફેશન બની ગઈ છે. આંબેડકર…આંબેડકર…આટલું નામ ભગવાનનું લે તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાય.
કૉંગ્રેસે આંબેડકરની વિરાસત ખતમ કરવાની ગંદી ચાલ ચાલી: PM મોદી
મોદીએ કહ્યું, જો કોંગ્રેસ અને તેમના સડેલા ઇકોસિસ્ટમને એવું લાગે છે કે તેઓ ખોટું બોલીને તેમના જ કુકર્મોને સંતાડી શકે છે તો તેઓને આ ગેરસમજ છે. ભારતના લોકોએ સતત જોયું છે કે કેવી રીતે એક વંશના નેતૃત્વ ધરાવતી પાર્ટીએ ડો. આંબેડકરની વિરાસતને ખતમ કરવાની અને SC/STસમુદાયોને અપમાનિત કરવા માટે ગંદી ચાલ ચલી છે. શાહે આંબેડકરનું અપમાન કરીને અને SC/ST સમુદાયોની અદેખાઈ કરીને કોંગ્રેસના કાળા ઇતિહાસને ઉજાગર કર્યો. આ જ કારણ છે કે કોંગ્રેસ હવે નાટક કરી રહી છે, પરંતુ લોકો હકીકત જાણે છે. કોંગ્રેસ ભલે ગમે તેટલી કોશિશ કરી લે, પરંતુ તેઓ આ વાતને નકારી શકશે નહીં કે SC/STસમુદાયો વિરુદ્ધ સૌથી ભયાનક નરસંહાર તેમના શાસનમાં થયો છે.