રમતવિરો ઓડીસા ભુવનેશ્ર્વર ખાતે કૌવત નિખારશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા આંતર કોલેજ ખેલકુદ રમતોત્સવ સંપન્ન થયો. આ રમતોત્સવમાં દોડ, ફેક અને કુલ જેવી રમતોમાં ઉત્કૃષ્ઠ પરિણામ હાંસલ કરનાર અને વિવિધ એથ્લેટીક્સ રમતમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનાર કોડીનારની કે.ડી.બારડ આર્ટસ કોલેજનાં શેખ સીકંદર જમાલભાઇ, એનપી આર્ટસ કોલેજ કેશોદનાં પરમાર રવિરાજસિંહ ભીખુભા, સરકારી આર્ટસ કોલેજ ભેસાણનાં પાનસુરીયા હર્ષ લાલજીભાઇ, એચએમવી આર્ટસ એન્ડ
કોમર્સ કોલેજનાં વાળા મેહુલ બાબુભાઇ, ભાલીયા જલ્પાબેન દિનેશભાઇ, મજેઠીયા સગુણાબેન ભુરાભાઇ, યુ.જી.એમ.કોમ. પી.જી. સેન્ટર સીમારનાં ભુવા કૈલાસ સામતભાઇ, જેજેસી. કોમર્સ કોલેજ જૂનાગઢનાં કારેણા વિપુલકુમાર ડાયાભાઇ, કોડીનારની સોમનાથ આર્ટસ કોલેજનાં વેગડ હર્ષ જીજ્ઞેશકુમાર અને ઝણકાટ ઇશાનસિંહ પંકજભાઇ, ઊના મહિલા આર્ટસ્ કોલેજનાં સોલંકી ઊર્મિલાબેન જગદિશભાઇ, ઘુસીયાગીરની ધાનાભાઇ માંડાભાઇ બારડ આર્ટ એન્ડ કોમર્સ કોલેજનાં નાઘેરા કૃપાલી સાજણભાઇ, અને સુત્રાાપાડાની ડો. ભરત બારડ આર્ટસ,કોમર્સ કોલેજનાં જાદવ શીતલબેન જગમાલભાઇ રમતવિરો હવે આગામી સમયમાં ઓલ ઇન્ડીયા ઈન્ટર યુનિ. ટુર્નામેન્ટ 2024-25 કલીંગ ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશ્યલ સાયન્સીસ ભુવનેશ્વર-ઓડીસા ખાતે રમવા જશે.
- Advertisement -
નરસિંહ મહેતા યુનિ.નાં ક્ષેત્રીય જિલ્લાઓની વિવિધ કોલેજોનાં રમત-ગમતમાં લાયકાત પ્રાપ્ત વિદ્યાર્થીઓ વચ્ચે રમાયેલ ઈનટર કોલેજ એથ્લેટીક્સ રમતોમાં યોગ્યતા હાંસલ કરનાર છાત્ર-છાત્રાઓને યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ શુભકામનાં પાઠવી હતી.



