જૂનાગઢ મયારામ આશ્રમ પાસે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ શહેરમાં ગત 8 ડિસેમ્બરના રોજ ગીરનાર દરવાજા રોડ પર આવેલ માયરામ આશ્રમ સામેના એક મકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને સાઉન્ડ સિસ્ટમના કિંમતી સાધનોની ચોરી નાસી છૂટ્યા હતા જે ઘરફોડ ચોરીનો બે ગણતરીના દિવસોમાં એ.ડિવિઝન પીઆઇ બી.બી.કોળી અને સ્ટાફ દ્વારા ઉકેલી બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
- Advertisement -
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ માયરામ આશ્રમ સામે આવેલ એક ઘરમાં ત્રણ દિવસ પેહલા સાઉન્ડ સિસ્ટમના પાવર ( એમ્પ્લીફાયર તથા ડી.જે મિક્ષર મળી અન્ય સાધાનોની ચોરી થઇ હતી આ બનાવ મામલે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરતા ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે ભવનાથ વિસ્તારમાં રહેતા અને મજૂરીનો ધંધો કરતા વીનુભાઇ મનજીભાઇ સોલાંકી અને પીયુશભાઇ કીશોરભાઇ ગોરાસવા બંને ઈસમો ચોરી કરેલ સાઉન્ડ સિસ્ટમના સાધનો કડીયાવાડ વિસ્તારમાં વેચવા આવતા પોલીસે બંને શખ્સને રૂ.60,000ના મુદામાલ સાથે ઝડપી ધોરણસર કાર્યવાહી કરી હતી.