ગેરકાનૂની રીતે ખડકી દેવાયેલી 133 દુકાનો સહિતનું બાંધકામ દૂર
ઉત્તર પ્રદેશમાં ફતેહપુર જિલ્લામાં આવેલી જામા મસ્જીદ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આજે સવારે જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે મસ્જીદના પાછળના ભાગમાં જે વધારાનું દબાણ કરવામાં આવ્યું હતું તેને દુર કરવામાં આવ્યું છે. તા.24 સપ્ટેમ્બરે નોટીસ આપવામાં આવી હતી અહીં સુએઝ નિર્માણની કામગીરી દરમ્યાન સરકારી જમીનમાં મસ્જીદનું દબાણ હોવાનું બહાર આવ્યું હતું અને મસ્જીદ કમીટીને તે દૂર કરવા નોટીસ અપાઇ હતી.
- Advertisement -
મસ્જિદ કમીટીને સમય આપ્યા પછી પણ દબાણ ન હટાવતા આજે જિલ્લા કલેક્ટરના નેતૃત્વ હેઠળની ટીમે 133 દુકાનો સહિતના ગેરકાનૂની બાંધકામને દૂર કર્યા હતાં. મજિસ્દ કમીટીએ દાવો કર્યો કે નોટીસની સામે તેઓએ અલ્લાહબાદ હાઇકોર્ટમાં રીટ દાખલ કરી છે. 13 ડીસેમ્બરે સુનાવણી છે તે પહેલા જ મસ્જિદ તોડી નાખવામાં આવી છે. આ કોર્ટની અવમાનના છે જો કે તંત્રએ જણાવ્યું કે અદાલત દ્વારા કોઇ આદેશ આપવામાં આવ્યો ન હતો.