ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પતિ-પત્ની વચ્ચે પરસ્પર સંમંતિથી છૂટાછેડા લેવા અંગેની અરજીમાં જયારે પતિ-પત્નીમાંથી કોઇપણ પક્ષકારે જયારે કોઇ અણધાર્યા સંજોગો વિશે અદાલતનું ધ્યાન દોર્યુ ના હોય તો પછી આવી અરજીમાં કોઇ શંકા કરવાની ફેમીલી કોર્ટને સત્તા કે અધિકાર નથી. આ બાબત ફેમીલી કોર્ટના ન્યાયિક ક્ષેત્રમાં આવતી નથી, એમ ઠરાવીને ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ બિરેન વૈષ્ણવ અને જસ્ટીસ મૌલિક શેલતની ખંટપીઠે એક યુગલને છૂટાછેડાની મંજુરી આપતો આદેશ કર્યો હતો.
- Advertisement -
આણંદમાં પરસ્પર સંમંતિથી પતિ-પત્નીના છૂટાછેડા નામંજૂર કરવાના આણંદ ફેમીલી કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો તો. યુગલ વચ્ચે ગત તા.12-7-1999ના રોજ લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમ્યાન 2002માં તેમને એક પુત્ર પણ જન્મ્યો હતો.
તા.21-10-2013ના રોજ તેમણે લગ્ન અંગેની કાયદેસર નોંધણી પણ સ્થાનિક મેરેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરાવી હતી. જો કે, લગ્નજીવનમાં સમય જતાં બને વચ્ચે ખટરાગ, અણબનાવ અને મન ઉંચા થઇ ગયા હતા અને તેના કારણે તેઓ છેલ્લા પાંચેક વર્ષથી અલગ જ રહેતા હતા. દરમ્યાન પતિ-પત્ની બંનેએ પરસ્પર સંમંતિ છૂટા પડવાનું નક્કી કર્યું કે જેથી તેઓ બંને જણાં સ્વતંત્ર રીતે પોતાની જીંદગી જીવી શકે. તેથી 2023માં બંને તરફથી આણંદ ફેમીલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી, જો કે, તા.5-8-2024એ આણંદ ફેમીલી કોર્ટે પતિ-પત્નીની પરસ્પર સંમંતિથી છૂટાછેડાની અરજી ટેકનીકલ કારણોસર નામંજૂર કરી હતી.