ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જૂનાગઢ શહેર, જિલ્લામાં પાંચ કલાક ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. પોલીસે 251 શખ્સ વિરૂઘ્ધ કાર્યવાહી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આગામી થર્ટી ફર્સ્ટને જેને રાખી અને કાયદો વ્યવસ્થાના સંદર્ભમાં જૂનાગઢ જિલ્લામાં જ્યા શંકાસ્પદ અને અસામાજિક તત્વોની બેઠકહોય તથા મહદ અંશે ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોવાની સંભાવતા હોય એવી જગ્યાએ પાનના ગલ્લા, ચાની કીટલી, ઇંડાની લારીઓ પર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન સાથે ડ્રાઇવની કામગીરી કરવામાં આવી હતી. બ્રેથ એનાલઇઝીંગ, પોકેટકોપ મોબાઇલ, ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ, બોડીવોર્નનો કેમેરાનો ઉપયોગ કરી રપ1 શખ્સ સામે કેસ કરવામાં આવ્યા હતા. જેમાં સીટ બેલ્ટ વગરના તથા ત્રીપલ સવારી 83 કાળા કાચ ધરાવનાર વાહનો વિરૂઘ્ધ 37, સ્વામી હાલતમાં વાહન ચલાવતા 8 શખ્સ સામે કેસ, હથિયાર બંધી જાહેરનામા ભંગના ચાર કેસ, પૂર ઝડપે વાહન હાકનાર વિરૂઘ્ધ 34, તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 18, અટકાયતી પગલા 11 અને અન્યચાર કેસ ઉપરાંત ડ્રાઇવર દરમિયાન જૂનાગઢ શહેર તથા જિલ્લામાંથી 26 શખ્સને કેફી પીણુ પીધેલી હાલતમાં પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.