વર્ષોથી માત્ર પાણીથી જ દીવો પ્રગટાવવામાં આવે છે
અહીં દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે
- Advertisement -
ભારતમાં ઘણા પ્રાચીન અને રહસ્યમયી મંદિર છે. જેના કારણે ભારતને મંદિરોનો દેશ પણ કહેવામાં આવે છે. આ મંદિરોમાં ઘટનારી રહસ્યમયી ઘટનાઓની ગુત્થી આજ સુધી કોઈ પણ ઉકેલી શક્યા નથી પરંતુ આ અનોખા રહસ્યોના કારણે આ મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને અહીં દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે આવતાં રહે છે. આવું જ એક ચમત્કારી અને રહસ્યમયી મંદિર છે જ્યાં વર્ષોથી માત્ર પાણીથી જ દીવો પ્રગટાવવામાં આવે છે. તમારા મનમાં પણ એ સવાલ ઊભો થઈ રહ્યો હશે કે કેવી રીતે શક્ય હોઈ શકે છે પરંતુ એવું થાય છે અને આ ચમત્કારી ઘટનાને જોવા માટે દરરોજ ઘણા ભક્ત આ મંદિરમાં આવે છે.
ક્યાં છે આ મંદિર?
આ મંદિર મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લામાં કાલીસિંઘ નદીના કિનારે આગર-માલવાના નલખેડા ગામથી નજીક 15 કિમી દૂર ગાડિયા ગામ નજીક સ્થિત છે. આ મંદિર ગઢિયા ઘાટવાળા માતાજીના નામથી જાણીતું છે.
- Advertisement -
પાણીથી પ્રજ્જવલિત થાય છે દીવો
આ મંદિરમાં વર્ષોથી એક મહાજ્યોત પાણીથી પ્રજ્જવલિત થઈ રહી છે. આ માતાની સામે પ્રગટાવેલો દીવો કોઈ તેલ, ઘી કે ઈંધણ વિના પ્રગટી રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ દીવો મંદિરની નજીક વહેનારી કાલીસિંઘ નદીના પાણીથી પ્રગટે છે. આ મંદિરમાં મૂકેલા દીવામાં જ્યારે પાણી નાખવામાં આવે છે તો તે ચીકણા તરલ પદાર્થમાં બદલાઈ જાય છે અને દીવો પ્રગટે છે.
માતાજીએ આપ્યો આ આદેશ
કહેવાય છે કે પહેલા આ મંદિરનો દીવો અન્ય મંદિરોની જેમ તેલ અને ઘી થી પ્રગટાવવામાં આવતો હતો પરંતુ માતાજીએ પૂજારીને સ્વપ્નમાં દર્શન આપ્યા અને નદીના પાણીથી દીવો પ્રગટાવવાનો આદેશ આપ્યો. જે બાદ પૂજારીએ એવું જ કર્યું અને એક દિવસ નદીનું પાણી દીવામાં ભરીને વાટને પ્રગટાવી, તો જ્યોત પ્રગટવા લાગી, ત્યારથી જ મંદિરમાં પાણીથી દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યારે આ ચમત્કાર વિશે લોકોને જાણ થઈ ત્યારથી ઘણા લોકો દરરોજ આ ચમત્કારને જોવા માટે આ મંદિરમાં આવે છે.
ચોમાસામાં નથી પ્રગટાવાતો દીવો
આ મંદિરમાં ચોમાસાની સિઝનમાં દીવો પ્રગટાવાતો નથી. ચોમાસા દરમિયાન કાલીસિંઘ નદીનું જળસ્તર વધવાથી આ મંદિર પાણીમાં ડૂબી જાય છે. જેના કારણે અહીં પૂજા કરવી શક્ય હોતી નથી. તે બાદ જેવું મંદિરથી પાણી નીચે જાય છે અને શારદીય નવરાત્રિની શરુઆત થાય છે. ત્યારે મંદિરમાં ફરીથી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. જે આગામી વર્ષે વર્ષાકાળ સુધી પ્રગટે છે.