ભવનાથ અને અંબાજી મંદિરના મહંત પદ વિવાદના પડઘા ગાંધીનગર સુધી પડયા
મંદિર વિવાદમાં રોજબરોજ નવા ફણગા સાથે વિખવાદ વકર્યો
- Advertisement -
મહેશગિરી બાપુના ગંભીર આરોપો સાથે 1 ડિસેમ્બરનું અલ્ટિમેટમ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ ગીરનાર શક્તિ પીઠ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ રોજ બરોજ નવા ફણગા સાથે દિવસે દિવસે વધુ વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે.જેના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. હાલ જે રીતે ગીરનાર અંબાજી મંદિરના મહંત પદના વિવાદ સાથે ભવનાથ મંદિર મહંત હરીગીરી બાપુના ગાદીપતિ તરીકેનો વિવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે એવા સમયે મહેશગીરી બાપુએ ગંભીર આરોપો સાથે તંત્રને તા.1 ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.જેમાં ભવનાથ મંદિરના મહંત હરીગીરી બાપુને તંત્ર દ્વારા હટાવવામાં નહિ આવેતો હજારો સેવકો સાથે મંદિરમાં ઘૂસીને કબ્જો લેવાની ચીમકી ઉચ્ચારતા સરકાર અને તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. અંબાજી મંદરીના મહંત તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા બાદ ગાદીપતિ બાબતે મહેશગીરી બાપુ અને હરીગીરી બાપુ વચ્ચે સીધે સીધી રીતે ધમસાણ શરુ થઇ છે.અને વિવાદ સામાવાનું નામ નથી લેતો ગત શનિવારે મહેશગીરી બાપુએ બોલવામાં આવેલ પત્રકાર પરિષદમાં હરીગીરી અને તેના કૃપાપાત્ર પ્રેમગીરી બાપુ સામે ગંભીર આરોપો સાથે અનેક ખુલાશા કર્યા હતા જેમાં એક વિડિઓ કોન્ફ્રન્સમાં જાહેર કરીને કિશોર વયના સાધુ બોલતા હતા કે, તેમના પર પ્રેમગીરી મારી પાસે તેલનું માલીશ કરાવી કુકર્મ કરવાની માંગ કરતા હોવાનો આક્ષેપ લગાવી રહ્યા હતા.આવા અનેક આરોપો સાથે હાલ જૂનાગઢ ગિરનારની ભૂમિમાં ભવનાથ મંદિરના મહંતની ગાદી માટે અને અંબાજી મંદિરના મહંતની લડાઈ હવે ચરમસીમાએ પોહચી છે. હાલ જે રીતે મંદિરના ગાદીપતિ તરીકે જે વિખવાદ શરૂ થયો છે તેની અસર છેક ગાંધીનગર સુધી જોવા મળે છે.અને તંત્રની પણ મુંજવણ વધી છે.હાલ તો આક્ષેપ પ્રતિ આક્ષેપો સાથે ભવનાથ મંદિર અને ગિરનાર અંબાજી મંદિરના વિવાદનો દડો વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના પાલા જઈને પડ્યો છે હવે જયારે ભવનાથ મંદિરના કબ્જો લેવાનું અલ્ટીમેટમ તા.1 સુધીનું આપવામાં આવ્યું છે નહિ જાતે કબ્જો લેવાનું એલાન મહેશગીરી બાપુએ કરતા સરકાર સાથે તંત્રમાં દોડધામ મચી છે ત્યારે એક, બે દિવસમાં કંઈક હજુ નવાજુનીના એંધાણ જોવા મળે તેવું જોવા મળી રહ્યું છે અને મંદિર વિવાદ મામલે ઊંચ કક્ષા એથી કંઈક નિર્ણય લેવાય તેવું જોવા મળી રહ્યું છે.
રાજકારણીઓને પણ ચિમકી, મને છંછેડતા નહીં: મહેશગીરી
- Advertisement -
શનિવારે ભવનાથ મંદિર ખાતે મહેશગીરીએ બોલાવેલી એક પત્રકાર પરિષદમાં જાહેમાં કહ્યુ હતુ કે, અમુક રાજકારણીઓ પર પણ મહેશગીરીએ આરોપ લગાવ્યો હતો કે, તમો કયાંય ખોટી બાબતોમાં રસ લેતા નહી, મારી પાસે બધાના કરતુતો તૈયાર જ છે. અમુક કોર્પોરેટરએ શું કર્યુ છે આ ઉપરાંત ટ્રસ્ટ બનાવી વેચ્યા છે ગેરકાયદેસર હતા જો આ જાહેર થશે તો જેલમાં જવાનો વારો આવશે જેથી મને છંછેડતા નહીં.