સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમરની ઉપસ્થિતી
સૌ લાભાર્થીઓ રાજ્ય સરકારના પુર્વ સચિવ કે.જી.વણઝારાનો આભાર વ્યક્ત કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ ભેંસાણ
- Advertisement -
વિચરતી અને વિમુક્ત જાતિઓના સમુદાયોના કલ્યાણ અને પાકી છતનું સુખ નસીબ થાય અને સઘળો સમુદાય સશક્તિકરણ તેમજ અન્ય સમાજની સાથે મુખ્યધારામાં ભળે અને પોતાના પાકા સરનામાં સાથે નવા જીવનના અધ્યાયની શરૂઆત થાય તે આશ્રય સાથે જુનાગઢ જિલ્લાના ભેંસાણ ગામે ‘સુખના સરનામાં’ માટે મહત્વપૂર્ણ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં યુવા સામાજીક અગ્રણી દેવરાજ રાઠોડ દ્વારા શાબ્દીક સ્વાગત અભિવાદન કરાયું હતું.
વિચરતી અને વિમુક્ત જાતી પૈકીના અતિપછાત ગાડલીયા લુહાર સમુદાયના લોકો માટે સમર્પિત સુવિધા અને સહાયક માળખું સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી તેઓને શિક્ષણ,આરોગ્ય સંભાળ, આજીવિકા અને સામાજિક સમાવેશ માટે સમાન તકો અને સંસાધનો થાય અને પોતાનું કહી શકાય તેવું કાયમી સરનામું મળે તે માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને જુનાગઢ લોકસભા બેઠકના સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર,જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ,એશિયાટિક કોલેજના સ્થાપક પ્રમુખ ગોપાલભાઈ ભુવા,વડવાળી જગ્યાના મહંત પૂ.અલ્પેશબાપુ,પરમ પૂજ્ય સુંદરદાસ બાપુ ,ભેંસાણ યુવા અગ્રણી રેનીશ મહેતા તેમજ ગાડલીયા લુહાર સમાજના યુવા અગ્રણી દેવરાજ રાઠોડ અને સૌ કોઈ આગેવાનો દ્વારા શોભાયમાન આપવામાં આવ્યું હતું. છેવાડાના માનવીઓ દ્વારા વેઠવામાં આવતા અનેક પડકારો અને પછાતપણાને દૂર કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજના વિશે માહિતી આપી હતી. સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ વિચરતી જાતીના સમુદાયો અન્ય સમાજની જેમ મુખ્યધારામાં ભળે અને વિકાસની પ્રક્રિયામાં ધ્યાન કેન્દ્રિત કરે તે બાબતે સજાગ કર્યા હતા સાથે સાથે સાંસદએ આ સમુદાયના જગ્યા મકાન બનવાના છે તે જગ્યા પર રોડ રસ્તા માટે રૂપિયા પાંચ લાખ આપવાની જાહેરાત પણ કરી હતી. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં એશિયાટિક કોલેજના સ્થાપક પ્રમુખ ગોપાલભાઈ ભુવાએ વિચરતી અને વિમુક્ત જાતીના બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા તેમજ આર્થિક, સામાજીક, આરોગ્યલક્ષી અને કૌશલ્ય વિકાસ સ્થાપવા માટે માર્ગદર્શીત કર્યા હતા.