કાયદા હેઠળ લઘુત્તમ વય મર્યાદા લાગુ કરવાની જવાબદારી બાળકો, માતા-પિતા અથવા વાલીઓની નહીં પણ સોશિયલ મીડિયા કંપનીઓની રહેશે. જે સોશિયલ મીડિયા કંપનીઓ વય મર્યાદાના નિયમને લાગુ કરવામાં નિષ્ફળ જશે, તેણે 50 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (32.5 મિલિયન યુએસ ડોલર) સુધીનો દંડ ચૂકવવો પડશે.
16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાને લઈને ઓસ્ટ્રેલિયાની સરકાર ખૂબ જ કડક છે. ઓસ્ટ્રેલિયન સરકાર એ સોશિયલ મીડિયા કંપનીઓ પર કરોડો ડોલરનો દંડ ફટકારશે, જે 16 વર્ષથી ઓછી ઉંમરના નાગરિકોને તેમની સેવાઓનો ઉપયોગ કરવાથી રોકવામાં નિષ્ફળ રહેશે. હવે સરકારે સંસદમાં એક નવો કાયદો રજૂ કર્યો છે, જે અંતર્ગત જો પ્રતિબંધ હોવા છતાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા જોવા મળશે તો સોશિયલ મીડિયા કંપની પર 3 કરોડ ડોલરનો મોટો દંડ ફટકારવામાં આવશે. આ સાથે ઓસ્ટ્રેલિયા એ દેશોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં બાળકો દ્વારા ફેસબુક, ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- Advertisement -
માતા-પિતાની નહીં, કંપનીઓ પર હશે તમામ જવાબદારી
જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા કંપનીઓ કેવી રીતે બાળકોને તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકશે. નવા સૂચિત કાયદામાં ગોપનીયતાની જોગવાઈઓ પણ છે, જેમાં સોશિયલ મીડિયા કંપનીઓએ કોઈપણ ઉંમર સંબંધિત સત્યાપન બંધ કરવું પડશે. ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે ગુરુવારે કહ્યું કે સોશિયલ મીડિયા કંપનીઓ પર ઓસ્ટ્રેલિયનોની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યની જવાબદારી છે.
મંત્રીએ કહ્યું કે આ કાયદા હેઠળ લઘુત્તમ વય મર્યાદા લાગુ કરવાની જવાબદારી બાળકો, માતા-પિતા અથવા વાલીઓની નહીં પણ સોશિયલ મીડિયા કંપનીઓની રહેશે. જે સોશિયલ મીડિયા કંપનીઓ વય મર્યાદાના નિયમને લાગુ કરવામાં નિષ્ફળ જશે, તેણે 50 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (32.5 મિલિયન યુએસ ડોલર) સુધીનો દંડ ચૂકવવો પડશે.
- Advertisement -
કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે કહી આ વાત
કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે સંસદમાં બિલ રજૂ કરતા જણાવ્યું, “તેનો ઉદ્દેશ્ય યુવાનોની સુરક્ષા કરવાનો છે, તેમને સજા આપવાનો કે અલગ કરવાનો નથી. માતાપિતાને એ જણાવવાનો છે કે જ્યારે તેમના બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારીની વાત આવે છે અમે તેમની સાથે છીએ.” રોલેન્ડે જણાવ્યું કે ઓનલાઈન ગેમિંગને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે કારણ કે તે પહેલેથી જ વય વર્ગીકરણ યોજના દ્વારા નિયંત્રિત છે અને તેમાં સમાવેશ કરવાથી બિનજરૂરી ઓવરલેપ થશે. તેમણે કહ્યું કે મેસેજિંગ સેવાઓને પણ આમાંથી બહાર રાખવામાં આવશે.
નવા કાયદામાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ અને મેસેજિંગ અને વીડિયો ગેમ એપ્સને મુક્તિ આપવામાં આવી શકે છે કારણ કે આ પ્લેટફોર્મનો ઉપયોગ શૈક્ષણિક અને મનોરંજન પ્રવૃત્તિઓ માટે પણ થાય છે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાયબર બુલિંગ, ગેરકાયદેસર સામગ્રીનો પ્રચાર અને ચૂંટણીમાં હસ્તક્ષેપ જેવા ગંભીર આરોપો છે. નવા કાયદા અંગે, સોશિયલ મીડિયા કંપનીઓએ કહ્યું કે તેઓ તેનું પાલન કરશે, પરંતુ તેઓએ સરકારને આ મામલે ઉતાવળમાં અને વિશેષ પરામર્શ વિના કડક કાયદો લાવવા સામે ચેતવણી પણ આપી. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના નિયંત્રણોથી યુવાનો અનિયંત્રિત અને સિક્રેટ ઓનલાઈન પ્લેટફોર્મ તરફ વળી શકે છે.
વિપક્ષે પણ કર્યું સમર્થન
ફેડરલ વિપક્ષે આ કાયદા માટે સમર્થન વ્યક્ત કર્યું છે, જેનો અર્થ છે કે તે સંસદના બંને ગૃહોમાં ભારે બહુમતી સાથે પસાર થવાની સંભાવના છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે અગાઉ કહ્યું હતું કે નવો કાયદો સંસદ દ્વારા પસાર થયાના ઓછામાં ઓછા 12 મહિના પછી અમલમાં આવશે. સરકારે સોશિયલ મીડિયા યુઝર્સની ઉંમર કેવી રીતે ચકાસવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરી નથી, પરંતુ જણાવ્યું હતું કે મેના ફેડરલ બજેટમાં ભંડોળ પૂરું પાડવામાં આવેલ ‘એજ વેરિફિકેશન ટેક્નોલોજી’ની અજમાયશથી આની જાણકારી મળી જશે. લઘુત્તમ વય મર્યાદા સરકારના ઈ-સિક્યોરિટી કમિશનરની કચેરી દ્વારા લાગુ કરવામાં આવશે.
નોંધનીય છે કે દુનિયાના ઘણા દેશો બાળકોની સોશિયલ મીડિયા સુધીની પહોંચને સીમિત કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સિવાય સ્પેનમાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ છે. અમેરિકાના ફ્લોરિડામાં પણ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલી શકતા નથી.