ભરત લાઠિયા ગેંગ વિરૂદ્ધ છેત્તરપિંડી, અપહરણ, લૂંટ, ખંડણી, હત્યા જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે
પોરબંદર LCBએ ઝડપી કાર્યવાહી કરી ગેંગના મુખ્ય સૂત્રધાર ભરત લાઠિયા અને રામજી કટારીયાને દબોચી લીધા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
સોની વેપારીઓને નિશાન બનાવી દુષ્કૃત્યો આચરતી એક ગેંગના ભરત લાઠીયા અને રામજી કટારીયા સહિત સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓએ પોરબંદરના એક સોની વેપારીનું અપહરણ કરી રૂ. 20 લાખની ખંડણી વસૂલતાં આ મામલે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો છે. પોરબંદર શહેરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં 26 ઓક્ટોબર, 2024ના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ સોની વેપારીને સસ્તા સોનાની લાલચ આપી જયપુર લઈ જઈ અવાવરૂ મકાનમાં બંદી બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી 20 લાખ રૂપિયાની ખંડણી આંગડીયા પેઢી મારફતે વસૂલી હતી. પોલીસે ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી ભરત લાઠીયા અને રામજી કટારીયાને ઝડપી પાડ્યા છે.
- Advertisement -
વધુમાં, પ્રતાપ ઓડેદરા, પોપટ ઓડેદરા, નરેશગીરી ગોસ્વામી, અશોક દરબાર અને કમલેશ જાપડીયા સહિતના શખ્સો પણ આ ગુનામાં સામેલ હોવાનું ખુલ્યું છે. મુખ્ય આરોપી ભરત લાઠીયા, જે પલિતાણાના આંકોલાણી ગામના રહેવાસી છે, હાલમાં નેપાળમાં રહે છે. તે અને રામજી કટારીયાના નામે છેલ્લા 10 વર્ષમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાયા છે, જેમ કે અપહરણ, હત્યા, છેતરપીંડી, તેમજ હથિયાર સાથે મારામારી. તેમની ગુનાહિત પ્રવૃત્તિથી સમગ્ર પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચ્યો છે. આ કેસમાં પોરબંદર પોલીસે રોકડ રૂ. 10,04,100 ઉપરાંત બે કાર, મોબાઇલ ફોન, છરી સહિતના મુદ્દામાલ કબજે કર્યા છે. નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચાલી રહી છે. આ આરોપીઓ સામે એલ.સી.બી પી.આઈ આર.કે.કાંબરીયા એ ’ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગનાઈઝ ક્રાઈમ (ૠઞઉંઈઝઘઈ)’ ની કલમો હેઠળ કીર્તિમંદિર પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે હવે આ ટોળકીના ગુનાહિત સામ્રાજ્યનો અંત આવશે, તેવી સ્થાનિક લોકોમાં આશાવાદ જાગી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુનેગારોને કાયદાની પકડમાં લાવતાં લોકોમાં રાહત જોવા મળી છે.
કોર્ટમાં આ કેસ રજૂ કરવાથી અગાઉના ગુનાઓ અને ગેંગના સંચારના માળખા વિશે નવી માહિતી બહાર આવી શકે છે. સમગ્ર કામગીરીમાં પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી ઋતુ રાબા,એલ.સી.બી પી.આઈ આર.કે. કાંબરિયા સહિત પોરબંદર એલ.સી.બીનો સ્ટાફ જોડાયેલ હતો.