ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા સોલવન્ટ પાસે રહેતા જયાબેન બટુકભાઇ પરમાર ઉ.45 નામના મહિલા શાપર-વેરાવળમાં સર્વોદય સોસાયટી પાસે હતા ત્યારે અજાણ્યા બાઇકસવારે ઠોકરે લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં શાપર પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાને સંતાનમાં બે પુત્ર હોવાનું અને પતિ મજૂરી કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે મહિલા તેના સગાના ઘરે જવા રિક્ષામાંથી ઉતરી પગપાળા રોડ પર જતા હતા અને આ બનાવ બન્યો હતો.