ખાસ-ખબર ન્યૂઝ રાધનપુર
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર ચારના રહેશો ગંદકી અને ગટરના ગંદા પાણીથી અને કચરાથી પરેશાન નગરપાલિકાની કામગીરી સામે મહિલાઓમાં રોશની લાગણી રાધનપુર ખાતે આવેલ મીરા દરવાજાથી નાગોરી વાસના રોડ ઉપર અને ઘરોની આજુબાજુ ગંદકીનો સામ્રાજ્ય નગરપાલિકા રાધનપુરની જ્યારથી વહીવટદાર અને ચીફ ઓફિસરના ભરોસે સોંપવામાં સરકાર દ્વારા આપી છે. ત્યારથી રાધનપુરની જનતા પરેશાની ભોગવી રહી છે.
- Advertisement -
નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા વોર્ડ નંબર ચાર ની અંદર ગટરની સાફ સફાઈ ન થતી હોય કચરો ન લેવામાં આવતો હોય તેના કારણે ગંદકી અને મચ્છરો થતા હોવાના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. આવા સમયે લોકોની અને રહીશોની માગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને ગટરની કામગીરી સફાઈની કરવામાં આવે નકે અમે લોકો નગરપાલિકા સામે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરીશું અને રાજકીય અગ્રણીઓ ઉપર પણ સ્થાનિક રહીશોએ રોષ ઠાલવ્યો હતો ચૂંટણી ટાઈમે મત લેવા માટે આવે છે. લોકોની સમસ્યા જાણવા આવતા નથી આજરોજ રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પર જ્યોતિબેન જોષી એ વોર્ડ નંબર 4ની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યા જાણી તેમને મદદ કરવાની ખાતરી પણ આપી હતી અને તેમની સાથે રહી નગરપાલિકા સામે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી ગટરના ગંદા પાણી અને કચરાની કામગીરી ન થતી હોય તેના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા વિસ્તાર જેના વોર્ડ નંબર ચારના લોકો નગરપાલિકાની કામગીરી સામે તાહીમામ પોકારી ઊઠ્યા છે.
રાધનપુર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે તો રાધનપુરના જરૂરિયાતવાળા વિસ્તારની અંદર રોડ રસ્તાની કામગીરી ન કરાતી હોય અને બહારના વિસ્તારોની અંદર બિલ્ડરો અને જમીન માલિકોને ફાયદો કરાવવા રોડ રસ્તાની કામગીરીના ટેન્ડર બહાર પડતા હોય તેવા પણ મહિલાઓ દ્વારા નગરપાલિકા સામે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા.