ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના 2019 માં કરવામાં આવી છે જેનો હેતુ સમગ્ર લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવન શૈલી મળી રહે તે છે. રમત ગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડ અંતર્ગત 1200 યોગ કોચ, 1, 53,000 ટ્રેનર્સ દ્વારા 5000 થી વધુ નિશુલ્ક યોગ કક્ષા કાર્યરત છે.
રાજકોટના આંગણે યોગી પરિવારનો યોગ સંવાદ અને યોગ સ્નેહ મિલન કાર્યક્રમ તારીખ 11 નવેમ્બર, 2024 સોમવારના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શ્રી શીશપાલજીના અધ્યક્ષ સ્થાને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે યોજવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડોં. દર્શિતાબેન શાહે સૌને નુતન વર્ષાભિનંદન પાઠવતા જણાવ્યુ કે સ્વયંને સ્વયંના માધ્યમથી ઓળખવું એ યોગથી શક્ય છે. સ્વથી સમષ્ટિ સુધીની યાત્રા યોગ કરાવે છે, અહં થી વયમ સુધી યોગ પહોચાડે છે.
સાંસદ સભ્ય રામભાઇ મોકરિયાએ બુલંદ સ્વરે ભારત માતાની જય બોલાવી સૌને તન- મન અને ધનની સુખાકારી પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવી. રોગ ભગાડે રોગ ને સમર્થન આપતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિશુલ્ક યોગ કક્ષામાં માત્ર એક કલાક જ આપવાનો અનુરોધ કર્યો.
મેયર નયનાબેન પેઢડીયાએ સ્વાનુભવ દર્શાવતા જણાવ્યુ કે જો આત્મા શુદ્ધ હશે તો જીવન સુખમય બનશે, આપણે યોગી ઉપયોગી બનીએ, અગાઉ વિધાર્થીઓને અભ્યાસક્રમમા જ યોગ અને વ્યાયામ શીખવવામાં આવતા પણ હવે એ નથી તે ભૂલ છે. અભ્યાસક્રમમાં તેનો સમાવેશ થવો જોઈએ.
રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી એ કલ્યાણ મંત્ર કરાવી સ્વામી વિવેકાનંદજી ના ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ઉક્તિને યાદ રાખતા ગુજરાત યોગ ક્ષેત્રે મોખરે છે એમ જણાવ્યુ.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શ્રી શિશપાલજી એ કર્મઠ, સેવાભાવી પસંદ કરાયેલા શ્રેષ્ઠ યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. શિશ્પાલજી માર્ગદર્શન હેઠળ 1200 કોચ, 1 લાખ 35 હજાર ટ્રેનર્સ તૈયાર થયા છે અને જન જન સુધી યોગ કરાવી ગુજરાતની જનતા ને નિરામયી બનાવવાનો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત 1500 જેટલા પ્રેક્ષકોએ સુંદર યોગ ક્રુતિ માણવાનો તેમજ ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનો લાભ પણ ઉઠાવ્યો હતો.