નીતિ આયોગના સુરત ઈકોનોમિક રીજીયનના ધોરણે રાજય સરકાર વિકાસ પ્લાન ઘડશે
રાજકોટ ઉપરાંત અમદાવાદ, ગાંધીધામ તથા વડોદરાનો સમાવેશ : ‘સિટી કલસ્ટર’માં જિલ્લા મથકોને આવરી લેવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિકસીત અને સમૃદ્ધ રાજયની ઓળખ ધરાવતા ગુજરાતમાં વિકાસને નવી ઉંચાઈએ પહોંચાડવા માટે રાજય સરકારે રાજકોટ સહીત નવા ચાર ‘ગ્રોથ હબ’ સ્થાપવાની યોજના ઘડી છે.આર્થિક વિકાસને લક્ષ્યમાં રાખીને સુરત ઈકોનોમિક શ્રીજીવનમાં નવસારી, ભરૂચ, ડાંગ, તાપી અને વલસાડને આવરી લેવાયા હતા.
હવે આ જ ધોરણે અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા ગાંધીધામ માટે ‘ગ્રોથ હબ’ની ઘોષણા થઈ શકે છે અને તેમાં નીતિ વિષયક રાહતો-છુટછાટને આપવામાં આવે તેવી સંભાવના છે.
રાજય સરકારના સુત્રોએ જણાવ્યું છે કે સીટી કલસ્ટર અથવા ગ્રોથ હબ માટે પ્રાદેશીક આર્થિક યોજના લાગુ કરવી અનિવાર્ય છે.
રાજકોટ, અમદાવાદ, વડોદરા તથા ગાંધીધામ મહત્વના આર્થિક અને ઔદ્યોગીક અબ છે અને ગુજરાતનાં વિકાસમાં મોટુ યોગદાન ધરાવે છે પરંતુ વધતા શહેરીકરણથી શહેરી ઈન્ફ્રાસ્ટ્રકચરને આધુનિક કરવા અપડેટ કરવાનો પડકાર છે. સુરત ઈકોનોમીક રીજીયનનો માસ્ટર પ્લાન નીતિ આયોગે તૈયાર કર્યો છે. હવે રાજય સરકારે ચાર શહેરોને ગ્રોથ હબ બનાવવાની યોજના ઘટી છે. ગુજરાતના અર્થતંત્રને 2047 સુધીમાં 3.5 ટીલીયન ડોલરનું બનાવવાનાં ટારગેટને હાંસલ કરવા આવા કદમ અનિવાર્ય છે.
રાજય સરકારનાં સુત્રોએ કહ્યું કે ‘હબ અને સ્પોક’ મોડલ અપનાવીને સરકાર વિવિધ પડકારોને પહોંચી વળવા તથા અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ગાંધીધામ માટે વૈવિધ્યસભર આર્થિક વિકાસની નવી તક ઉભી કરવા માટે સજજ બની છે. ચાર શહેરોનાં જીલ્લાના મથકો-માહેરોને પણ તેમાં આવરી લેવામાં આવશે અને તેનાં આધારે સમગ્ર પ્રાદેશીક વિકાસનું આયોજન રહેશે. ગ્રોથ હબ માટે મજબુત અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર પાયામાં રહેશે. વિકાસનાં નવા ક્ષેત્રોની ઓળખ મેળવીને સમતોલ વિકાસ કરાશે.
- Advertisement -
પ્રાથમીક અંદાજ પ્રમાણે નવા ગ્રોથ હબ માટે પ્રારંભીક તબકકે 10,000 કરોડની જરૂર પડશે. એક વખત યોજનાને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યા બાદ ઈન્ફ્રાસ્ટ્રકચર ટ્રાન્સપોર્ટ તથા અન્ય શહેરી સુવિધાઓમાં રોકાણ અનિવાર્ય થઈ જશે. રાજકોટ, અમદાવાદ, સહિત ચારેય શહેરો ઉચ્ચ જીવનધોરણ સહીત ઝડપી વિકાસ હાંસલ કરવા માટે સક્ષમ છે. પ્રાદેશીક આર્થિક યોજના હેઠળ ટ્રાફીક, વેસ્ટ મેનેજમેન્ટ તથો કલાયમેટ ચેન્જ જેવા પડકારરૂપ મુદાઓને પણ આવરી લેવામાં આવશે.